તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્ષેપ:કોરોના સંક્રમિત મેયર 14 દિવસ સુધી ક્વોરન્ટાઇન ન રહી શક્યા

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક કરવા મેયર સર્કિટ હાઉસ આવ્યા
 • મેયરનું કહેવું છે કે, શુક્રવારે રિપોર્ટ નેગેટિવ આવતાં ચિંતા જેવું નથી

10 દિવસ પૂર્વે કોરોનાગ્રસ્ત થયેલા મેયર કેયૂર રોકડિયાએ નિયમ મુજબ 14 દિવસ બાદ બહાર નીકળવાનું હતું, પણ નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક હોવાથી 10મા દિવસે જ ઘરની બહાર કોરોના રેખા ઓળંગી હતી. 25 માર્ચે મેયર કેયૂર રોકડિયાએ પોતે કોરોનાથી સંક્રમિત હોવાની જાણકારી આપી હતી અને ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હતા. 5 દિવસની સારવાર બાદ તે ઘરે આવ્યા હતા અને 30 અને 31 માર્ચની બજેટ સભા ઓનલાઇન કરી હતી. આ મુદ્દે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું કે, શહેરના પ્રથમ નાગરિક મેયર લોકો માટે પ્રેરણાદાયી પદ છે.

ત્યારે મેયર કેયુર રોકડિયાએ 15 દિવસનું આઇસોલેશન પૂરું થાય પછી રિપોર્ટ કરાવીને બહાર નીકળવું જોઈએ. દુર્ભાગ્યવશ શહેરના પ્રથમ નાગરિક કાયદાનું ઉલ્લંઘન કરતા નજરે પડ્યા, જે લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી પુરવાર થયા તેવો તેમણે આક્ષેપ કર્યો હતો. જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર મેયર સામે કડક પગલાં લેવાવાં જોઈએ તેવી પણ તેમણે માગ કરી છે. જ્યારે મેયરે જણાવ્યું કે, તેમણે શુક્રવારે કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો, જે નેગેટિવ આવ્યો છે, તેમાં ચિંતા જેવી બાબત નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો