ભાસ્કર ઇનસાઇટ:બાપોદ પોલીસે ફરિયાદને ગંભીરતાથી ન લેતાં ઘટના ઘટી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અલ્પુ સિંધીએ નીલુના એક્ટિવાને કારથી ટક્કર મારી કચડવાનો પ્રયાસ કર્યો હતો. - Divya Bhaskar
અલ્પુ સિંધીએ નીલુના એક્ટિવાને કારથી ટક્કર મારી કચડવાનો પ્રયાસ કર્યો હતો.
  • અલ્પુએ ધમકી આપતાં ખોડિયાર નગરનો નીલુ નાથાણી તરત બાપોદ પોલીસ પાસે ગયો હતો

અલ્પૂ સિંધીએ નીલુને કાર નીચે કચડવાનો કરેલો પ્રયાસ જો બાપોદ પોલીસે નીલુની ફરિયાદ પર કાર્યવાહી કરી હોત તો ટાળી શકાયો હોત એવી માહિતી બહાર આવી છે. નીલુને રાત્રે 11.30 વાગે અલ્પુએ ફોન કરી જેલમાં ખર્ચો થયો હોવાથી 10 લાખ રૂપિયાની ખંડણી માંગી નહિ આપે તો ફાયરિંગ કરવાની ધમકી નીલુને આપી હતી. જેની ફરિયાદ કરવા નીલુ રાત્રે જ બાપોદ પોલીસ મથકે ગયો હતો. એને પોલીસે હળવાશથી લીધી હતી. ફરિયાદ કરી ઘરે જતા નીલુને કચડવાનો પ્રયાસ અલ્પુએ કર્યો હતો. જો બાપોદ પોલીસે ફરિયાદ ગંભીરતાથી લીધી હોત તો ઘટના ઘટી ના હોત.

અલ્પુ સિંધીને વડોદરાનો ડોન બની ખંડણી માગવી છે
અસંખ્ય ગુનામાં સંડોવાએલા અલ્પુ સિંધીને વડોદરાના ડોન બની ખંડણીનો વ્યવસાય કરવો છે. પેરોલ પર બહાર આવી નીલુ સિંધીને કચડી નાખી મારી નાંખવાનો તેણે પ્લાન જ કર્યો હતો.

ગોત્રી રેપ કેસથી અલ્પુ સિંધી ચર્ચામાં આવ્યો હતો
ગોત્રીના રેપ કેસમાં યુવતીના અલ્પૂ સાથે નિકટ સંબધો હતા. માલેતુજારોને ફસાવી રૂપિયા ખંખેરવાનો પ્લાન બેવે ભેગા મળી બનાવ્યો હોવાનુ બહાર આવ્યું હતું.

લાલુ સિંધી પર ફાયરિંગ કેસમાં અલ્પુ જેલમાં હતો
બુટલેગર લાલુ સિંધીને ધમકી આપી અલ્પુએ ફાયરિંગ કર્યું હતું. જેના ગુનામાં અલ્પુ નડિયાદ જેલમાં હતો. 7 દિવસના પેરોલ ઉપર આવી તેણે નીલુ પાસે 10 લાખની ખંડણી માંગી હતી. અગાઉ દારૂના કટિંગ સમયે જિલ્લા પોલીસે દરોડો પાડતાં અલ્પુ અને સાગરીતોએ પોલીસ ઉપર હુમલો કર્યો હતો. અન્ય બનાવમાં પોલીસે અલ્પુનો પીછો કરતા પોલીસની જીપ ઉપર બિયરના ટીનનો મારો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...