બરોડા મેડિકલ કોલેજ અને એકેડેમી ઓફ પિડીયાટ્રીક્સ ગુજરાત નો અર્ધવાર્ષિક સેમિનાર વડોદરા શાખા દ્વારા આયોજિત કરવામાં આવે છે શનિવારે શરૂ થયેલા આ સેમિનારમાં બાળકનો વિકાસ કેવી રીતે થાય છે તે અંગે ચાઈલ્ડ ડેવલપમેન્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 60 જેટલા ભાગ લીધો હતો. રવિવારે ગુજરાતમાંથી 200 જેટલા બાળરોગના તબીબો આ સેમિનારમાં ભાગ લેશે.
ગુજરાત આઇએમએ ના પ્રમુખ ડોક્ટર પરેશ મજમુદાર જણાવ્યા મુજબ, કોરોનાની પોઝિટિવ ઇફેક્ટ બાળકોમાં જોવા મળી છે. બાળકોમાં ચેપી રોગ અને એલર્જીનું પ્રમાણ ઘટયું છે ખાસ કરીને બ્રોન્કાઇટીસ એટલે કે સાદી ભાષામાં અસ્થમા કહીએ તેવા બાળ દર્દીઓની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. જેના મુખ્ય કારણ બાળકો બે વર્ષ સુધી ઘરની અંદર રહ્યા ચોખ્ખી હવા અને સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહે તેમજ માસ્ક પહેરવાને કારણે પણ મોટાભાગના રોગો બાળકોમાં અટક્યા છે.
રવિવારે બાળકોને લગતા 8 થી 10 વિષય ઉપર વિવિધ વકતાઓએ વક્તવ્ય આપશે. ખાસ કરીને જિનેટિક ડિસઓર્ડર તેમજ વિવિધ રસી અને અન્ય વિષયો સામેલ કરવામાં આવશે. હજુ 12 વર્ષથી નીચેના બાળકો માટે કોરોના ની વેક્સિન આવી નથી તેમજ મન્કી પોક્સ ભારતમાં થયો નથી જેથી તે અંગે ચર્ચા કરવામાં નહીં આવે.
બાળકોના વિકાસનું પેરામીટર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.