તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જર્ની ટુવર્ડ્ઝ ઇમ્પલોયમેન્ટ:ફેશન-ઇન્ટીરિયર ડિઝાઇનિંગમાં ઓગમેન્ટેડ અને વર્ચ્યુઅલ રીયાલિટીની મહત્વની ભૂમિકા

વડોદરા4 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • MSUના AHMA દ્વારા જર્ની ટુવર્ડ્ઝ ઇમ્પલોયમેન્ટ વિષય પર વેબિનારનું આયોજન કરાયું

MSUની ફેકલ્ટી ઓફ ફેમેલી એન્ડ કમ્યુનિટી સાયન્સિસના ફેમેલી એન્ડ કમ્યુનિટી રીસોર્સ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ અંતર્ગત કાર્યરત અસોસિએશન ઓફ હોમ મેનેજમેન્ટ અલ્યુમની (AHMA) દ્વારા ઓનલાઇન લેક્ચર સિરિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ` જર્ની ટુવર્ડ્સ એપ્લોયમેન્ટ વિષય પર સુરતના વર્ચ્યુઅલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનના સીઇઓ પ્રિતી બંસલે તેમનુ વક્તવ્ય આપ્યુ હતું.

પ્રિતી બંસલે આજના આ ટેક્નોલોજિકલ યુગમાં કઇ રીતે ઓગમેન્ટેડ રીયાલિટી અને અને વર્ચ્યુઅલ રીયાલિટીનો ઉપયોગ ફેશન ડિઝાઇનિંગ અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં ઉપયોગમાં લેવામાં આવે છે તેના વિશે માહિતી આપી હતી.

ફેશન ડિઝાઇનિંગમાં વર્ચ્યુઅલ રિયાલીટી વાસ્તવિક સ્થિતી દર્શાવે છે
ફેશન બ્રાન્ડ્સ તેમના ઉત્પાદનોનું પ્રદર્શન અને માર્કેટિંગ ઓગમેન્ટેડ રીયાલિટી દ્વારા કરે છે જેનાથી તેમની બ્રાન્ડ્સમાં મુલ્ય ઉમેરાય છે. ફેશન ડિઝાઇનિંગમાં વર્ચ્યુઅલ રિયાલીટીએ વાસ્તવિક જીવનની પરિસ્થિતિને દર્શાવવા સાથે તેનુ સચોટ અનુકરણ છે. કોરોનાને કારણે દરેક ક્ષેત્રમાં ઓગમેન્ટેડ અને વર્ચ્યુઅલ રીટાલિટીએ સ્થાન લીધુ છે ત્યારે ફેશન સાથે સંકળાએલ દરેક વસ્તુનુ પ્રદર્શન વર્ચ્યુઅલ કરવામાં આવે છે. જેમા હેર સ્ટાઇલ, જ્વેલરી, ડ્રેસીસ, એસેસરીઝ, ફૂટવેર જેવી વસ્તુઓને પણ વર્ચ્યુઅલ રીયાલીટીથી દર્શાવાય છે.

ઓગમેન્ટેડ રીયાલિટી ગ્રાહક અને ડિઝાઇનર વચ્ચે વિચારોની પાર્દર્શકતા લાવે છે
પ્રિતી બંસલે જણાવ્યું હતું કે, ઓગમેન્ટેડ રીયાલિટી આર્કિટેક્ચરની 3ડી ઇમેજની ડિજિટલ માહિતીમાં મૂલ્ય ઉમેરે છે જે વર્ચ્યુઅલ રીયાલિટી સોલ્યુશન્સ દ્વારા જોઈ શકાય છે. ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં વર્ચ્યુઅલ રીયાલિટી ગ્રાહકની જરૂરિયાતને સમજવા માટે ઘણી મહત્વપૂર્ણ સાબીત થાય છે. જ્યારે ગ્રાહકને સૌંદર્યલક્ષી રૂપે ડિઝાઇન કરેલી જગ્યાનો ડેમો અપાય છે ત્યારે આ ટેક્નોલોજીની મદદથી ગ્રાહક અને ડિઝાઇનર વચ્ચે પારદર્શકતા આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો