તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રતાપ નગર સ્થિત રેલવે હોસ્પિટલને એપેડેમીક એક્ટ હેઠળ પોતાના હસ્તક લીધા બાદ કોરોનાની બીજી લહેરમાં તેનું ICU બંધ કરવામાં આવ્યું છે. જ્યારે હોસ્પિટલને માઇલ્ડ પેશન્ટ માટે સેગમેન્ટ -1માં ફેરવી નાખવામાં આવ્યું છે. જેને પગલે રેલવેના દર્દીઓ નુ ભારણ પણ ગોત્રી સયાજી અને એક ખાનગી હોસ્પિટલના માથે આવી રહ્યું છે.
ગત વર્ષે કોર્પોરેશન દ્વારા રેલવે હોસ્પિટલ ને પોતાના હસ્તક લઈ ત્યાંના આઇસીયુના 8 બેડ કાર્યરત કરાયા હતા. આ સાથે હોસ્પિટલમાં બેડની ક્ષમતા વધારી 60 કરવામાં આવી હતી, જે પૈકી હાલ 40 બેડ ભરાયેલા છે. જ્યારે આઈસીયુના 8 બેડને પણ જનરલમાં ફેરવી નાખવામાં આવ્યા છે. હોસ્પિટલ પાસે બે વેન્ટિલેટર સાથે ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર હોવા છતાં સ્ટાફના અભાવને કારણે તેઓ આઇ.સી.યુ. ચલાવી શકતા નથી. ગત વર્ષે કોર્પોરેશન દ્વારા સ્ટાફ ફાળવવામાં આવ્યો હતો જે પરત લેવામાં આવ્યો છે. એક બાજુ કોર્પોરેશન ખાનગી હોસ્પિટલના ફ્રી બેડ માટે વેન્ટિલેટરની સુવિધા ઊભી કરે છે, જ્યારે રેલવે હોસ્પિટલ માટે ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે. આ અંગે વારંવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી.
હોસ્પિટલના એક માત્ર ફિઝિશિયને પ્રમોશન બાદ રાઉન્ડ લેવાનું બંધ કર્યંુ
રેલવે હોસ્પિટલના એક માત્ર ફિઝિશિયનને ચીફ મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટનું પ્રમોશન મળતાં તેમણે કોરોના દર્દીઓનુ રાઉન્ડ લેવાનું બંધ કર્યું હોવાનું જાણવા મળે છે. આ સાથે કોરોના દર્દીઓ માટે માત્ર બે નર્સ અને બે સફાઈ કર્મચારી ફરજ બજાવે છે. 6 ડોક્ટર પૈકી એક પણ નિષ્ણાત તબીબ નથી. માત્ર એમબીબીએસ ડોક્ટરથી કામ ચલાવે છે.
અમે કોન્ટ્રાક્ટ પર સ્ટાફ લીધો હતો
અમારી પાસે સ્ટાફ નથી, રેલવેમાંં સ્ટાફની માગણી કરી છે. ગત વર્ષે કોન્ટ્રાક્ટ પર સ્ટાફ લીધો હતો, તે અંગે પણ ફરી કાર્યવાહી થઈ રહી છે. કોર્પોરેશન દ્વારા જે સેગમેન્ટની હોસ્પિટલ બનાવાઇ છે તેવા દર્દીઓ રખાય છે. લોકેશન હોય તો અમે તેને ગોત્રી તે સયાજી હોસ્પિટલમાં મોકલીએ છે. > ડો. કે . કૃષ્ણકુમાર, ચીફ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ, રેલવે હોસ્પિટલ.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.