તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા નર્સ મર્ડર કેસ:પત્નીની હત્યા કરનાર પતિના અન્ય મહિલા સાથે પ્રેમ સંબંધોની તપાસ શરૂ, પોલીસે કોલ-ડિટેલ્સ કઢાવી

વડોદરા4 મહિનો પહેલા
મૃતક નર્સ શિલ્પા અને આરોપી પતિ જયેશની ફાઇલ તસવીર. - Divya Bhaskar
મૃતક નર્સ શિલ્પા અને આરોપી પતિ જયેશની ફાઇલ તસવીર.
  • પત્નીની હત્યાના આરોપી પતિને પોલીસ આજે રિમાન્ડ માટે વડોદરા કોર્ટમાં રજૂ કરશે

વડોદરા શહેરમાં નર્સ પત્ની સતત ચારિત્ર પર શંકા કરીને ઝઘડો કરતી હોવાથી ઉશ્કેરાઈ જઈને તેની હત્યા કરી હોવાનું પોલીસને જણાવનારા શિક્ષક પતિ જયેશ પટેલનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવતાં રવિવારે સાંજે સત્તાવાર ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ આજે આરોપીને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરશે. નર્સ પત્નીની પતિ પર શંકા કેમ હતી તથા પતિને ખરેખર કોઇ સાથે સંબંધ હતો કે કેમ એ ચકાસવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે અને આરોપી પતિનો મોબાઇલ ફોનને જપ્ત કરીને કોલ-ડિટેલ્સ કઢાવી છે.

પતિએ પોલીસ સમક્ષ પત્નીની હત્યા કર્યાની કબૂલાત કરી હતી
વડોદરા શહેરના આજવા રોડના અમરદીપ હોમ્સમાં રહેતાં અને ગોત્રી હોસ્પિટલમાં ફરજ બજાવતાં શિલ્પાબેન જયેશભાઇ પટેલ શુક્રવારે રાત્રે એક્ટિવા લઇને નોકરી પર જવા નીકળ્યા બાદ વૈકુંઠ-2ના વળાંક પાસે તેમનો મૃતદેહ મળ્યો હતો, ત્યાર બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યા થયાનો ઘટસ્ફોટ થયો હતો, જેથી પોલીસે તેના પતિ જયેશ પટેલની પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે છેલ્લા એક વર્ષથી પત્ની શિલ્પા સાથે ઝઘડા વધ્યા હતા. પતિ જયેશને અન્ય કોઈ સ્ત્રી સાથે સંબંધ છે એવી શંકાથી કંકાસથી કંટાળી પત્નીની હત્યા કરી હતી.

મૃતક નર્સ શિલ્પા અને આરોપી પતિ જયેશની ફાઇલ તસવીર.
મૃતક નર્સ શિલ્પા અને આરોપી પતિ જયેશની ફાઇલ તસવીર.

આરોપી શિક્ષક કોઈની સાથે પ્રેમ સંબંધ ન હોવાનું જણાવી રહ્યો છે
પોલીસ પૂછપરછમાં શિક્ષક પતિ જયેશ પટેલે કોઇની સાથે સંબંધ ન હોવાનું ગાણું ગાઇ રહ્યો છે. જોકે પોલીસે તેની પત્નીને શંકા કેમ ગઇ હતી, એ ચકાસવા માટે જયેશ પટેલનો ફોન જપ્ત કરી તે કોની કોની સાથે સંપર્કમાં હતો, સોશિયલ મીડિયા દ્વારા કોની સાથે વધુ સંપર્કમાં રહેતો હતો ? તેને ખરેખર કોઇની સાથે સંબંધ છે કે કેમ એ સહિતના મુદ્દા પર તપાસ કરવા તેની કોલ-ડિટેલ્સ કઢાવી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી રહી છે.

પોલીસ સ્ટેશનમાં આરોપી પતિ જયેશ પટેલ.
પોલીસ સ્ટેશનમાં આરોપી પતિ જયેશ પટેલ.

પોલીસ દ્વારા પુરાવાઓ એકત્રિત કરાયા
પોલીસે આજવા ચોકડી પાસેથી આરોપી જયેશની કાર જપ્ત કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે કારની સીટ પર લોહીના ડાઘ મળ્યા છે, જેથી FSLને જાણ કરીને પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા. હત્યામાં ઉપયોગમાં લેવાયેલો પ્લાસ્ટિકનો ધોકો પણ જપ્ત કર્યો હતો. લાશ ફેંક્યા બાદ કાર લઇને આરોપી જયેશ આજવા ચોકડી ગયો હતો. કાર બગડી હોવાનું નાટક કરી કારના ફ્યુઝ ખેંચી કાઢ્યા હતા.

મૃતક નર્સ શિલ્પા પટેલની ફાઇલ તસવીર.
મૃતક નર્સ શિલ્પા પટેલની ફાઇલ તસવીર.

પતિના ચહેરા પર પત્નીની હત્યાનો રંજ નથી
લોકઅપમાં રહેલા જયેશ પટેલે પહેલા દિવસે જમવામાં પણ આનાકાની કરી હતી, પણ ત્યાર બાદ રવિવારે તે સ્વસ્થ દેખાતો હતો અને તેના ચહેરા પર કોઇ પસ્તાવો કે રંજ જોવા મળતો ન હતો.

શિલ્પા પટેલનો મૃતદેહ.
શિલ્પા પટેલનો મૃતદેહ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો