તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પતિનું પરાક્રમ:પત્નીની જાણ બહાર જ પતિએ બીજા લગ્ન કર્યાં, પહેલી પત્નીની સંમતી વગર જ પતિનું પરાક્રમ

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 2 લાખ માગી ત્રાસ ગુજારનાર પતિ સામે ફરિયાદ

તાંદલજા વિસ્તારમાં રહેતી મહિલા ઉપર તેના પતિ અને સાસરીયાએ 2 લાખ રુપીયા લઇ આવવાની માંગ કરી ત્રાસ ગુજાપી તેને ઘરમાંથી કાઢી મુકયા બાદ પતિએ પહેલી પત્નીની સંમતી વગર બીજા લગ્ન પણ કરી લીધા હતા. પતિએ પહેલી પત્ની પાસેથી પુત્રને બળજબરીથી લઇ જવાની કોશિશ કરી હતી.તાંદલજા ની મહિલાએ પતિ જાવેદ હુસેન અરબ અને સાસરીયા સામે ફરિયાદ નોંધાવી હતી કે તેના લગ્ન 2017માં થયા હતા.લગ્નના 2 મહિના પછી જ પતિએ ત્રાસ શરૂ કર્યો હતો,

સાસરીયા પણ પતિની ચઢમણી કરતા દહેજની માંગ કરી પિયરમાંથી 2 લાખ લઇ આવવા જણાવ્યું હતું. બાળકના જન્મ પછી પણ પતિનું વર્તન સુધર્યું ન હતું અને વારંવાર 2 લાખની માંગ કરી પતિએ મારઝુડ પણ શરુ કરી હતી અને ત્રણ મહિના પહેલા તેને દહેજ બાબતે ઝઘડો કરી પુત્ર સાથે ઘરની બહાર કાઢી મુકી હતી.પહેલી પત્નીને ઘરમાંથી કાઢી મુકયા બાદ પતિએ બીજા લગ્ન કરી લીધા હતા બીજી પત્નીને તેના ઘર પાસે લઇ આવી જો મે બીજા લગ્ન કરી લીધા છે, તું મારું કંઇ બગાડી નહી શકે.તેવી ધમકી આપી હતી. તેની બીજી પત્નીએ પણ ધમકી આપી હતી કે હું તને મારા પતિની નજીક પણ નહી આવવા દઉં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો