તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:મોડા કેમ આવ્યા, પૂછતાં પતિએ પત્નીનું માથું દીવાલમાં અથાડ્યું

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જીવનું જોખમ જણાતાં અભયમની ટીમને ફોન કરી મદદ મેળવી
  • યુવતીની ફરિયાદના આધારે પતિની ધરપકડ: પત્નીને પિયર મોકલાઈ

શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતી યુવતીએ રાત્રે મોડા ઘેર આવેલા પતિને લેટ આવવાનું કારણ પુછતાં પતિ ઉશ્કેરાયો હતો અને મધરાતે પત્ની સાથે ઝઘડો કરી પત્નીનું માથુ દિવાલ સાથે પછાડયુ હતું અને માર માર્યો હતો. યુવતીએ અડધી રાત્રે અભયમને ફોન કરતાં અભયમની ટીમ સ્થળપર પહોંચી હતી અને તેને પતિના મારથી છોડાવી હતી. યુવતીની ફરિયાદના આધારે પતિની અટકાયત કરી યુવતીને પિયરમાં મોકલી આપી હતી.

અભયમના સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ગોત્રીવિસ્તારમાં રહેતી યુવતીએ અભયમની ટીમને જણાવ્યું હતું કે ) તેના લગ્ન જીવનને પાંચ વર્ષ થયાં છે. અને તે સયુંકત કુટુંબ માં રહે છે. હાલ તે એકસર્ટનલ તરીકે ભાવનગરમાં બીએનો અભ્યાસ પણ કરે છે. તેનો પતિ ખાનગી કંપનીમાં પતિ ઓફિસ બોય તરીકે કામ કરે છે. તેના પતિ ને લગ્નબાહ્ય સબંધો હતા તેથી તે બહાનું કાઢી મોડી રાત સુધી બહાર રહેતો હતો અને ઓફિસ છું તેમ જણાવી બહાર ફરવા જતો રહેતો હતો. દરમિયાન શનિવારે રાત્રે તેનો પતિ ઘેર મોડો આવતાં પત્ની એ આજે કેમ લેટ આવ્યા તેમ પુછતાં દારૂ નાં નશા માં ધૂત રહેલો પતિ ઉશ્કેરાયો હતો અને અપશબ્દો બોલી ને યુવતીનું ગળું પકડી ને માથું દીવાલમાં પછાડ્યું.

જો કે યુવતીએ પણ તેનો પ્રતિકાર કરી બીજા રુમાં જતી રહી હતી અને 181 અભયમની ટીમને ફોન કરતાં અભયમ પહોંચી હતી. અભયમ પહોંચી ત્યારે યુવતીના કપડાં પણ ફાટી ગયા હતા. તપાસમાં બહારઆવ્યું કે ઝઘડા કરીને પતિ અને સાસરીયા તેની પર ત્રાસ ગુજારતા હતા. અને ઝઘડામાં ઉશ્કેરાયેલા દિયર અને પતિએ તેને લાત મારતાં તેને મિસકેરેજ થઇ ગયું હતું. અભયમની ટીમ યુવતીને સાથે રાખી પોલીસમાં પહોંચી હતી અને યુવતીની ફરિયાદના આધારે પોલીસે પતિની અટકાયત પણ કરી હતી અને યુવતીને પિયરમાં મોકલી હતી.

અન્ય સમાચારો પણ છે...