તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:વીકેન્ડમાં ભીડ ઊમટે નહીં માટે હોટસ્પોટ પર બાજનજર રખાશે

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શનિ-રવિ અાવતાં જ એન્ફોર્સમેન્ટની ટીમ ફરી સક્રિય
 • બજારોમાં સતત ચેકિંગ : ગાઇડલાઇન તોડી તો કાર્યવાહી

શનિવાર અને રવિવાર દરમિયાન ફરીથી બજારોમાં ભીડ ઊમટી પડે તેવી શક્યતાને ધ્યાનમાં રાખી પાલિકા દ્વારા ભીડભાડવાળા હોટ સ્પોટ પર ખાસ નજર રાખવામાં આવશે અને તેના માટે સૂચનાઓ પણ જારી કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, ગત શનિવારથી 3 દિવસ સુધી જાહેર રજા હતી અને કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે મોલ્સ, મંગળબજાર, નવાબજાર, સુપર સ્ટોર બંધ કરાવ્યા હતા અને 5થી વધુ મોલને 3 દિવસ માટે સીલ પણ કરવામાં આવ્યા હતા. પાલિકાના વૉર્ડ સ્તરની જોઈન્ટ એન્ફોર્સમેન્ટની ટીમને ફરી એક વખત ચેતનવંતી બનાવવામાં આવી છે.

વીતેલા સપ્તાહમાં પાલિકાએ કરેલી અસરકારક કામગીરીને કારણે કોરોનાનો ચેપ વધુ ફેલાતો અટક્યો હતો. ખાસ કરીને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના અમલ પર ભાર મૂકવામાં આવ્યો છે. તા.5મીએ શનિવાર અને તા.6ના રોજ રવિવાર છે ત્યારે વીકેન્ડમાં બજારો અને હોટ સ્પોટ પર ફરીથી ભીડ ભાડ ન થાય તે માટે ખાસ નજર રાખવામાં આવશે. પાલિકાના દરેક વોર્ડની જોઇન્ટ ટીમને કોવિડની ગાઈડ લાઈનનો ચુસ્ત અમલ કરાવવા અને તેનો ભંગ કરનારા સામે કાર્યવાહી કરવા ખાસ સૂચના જારી કરાઇ છે.

રાત્રિ કર્ફ્યુ ફરી અચોક્કસ મુદત માટે લંબાવાયો
ગત 21 નવેમ્બરે લાગુ કરાયેલા રાત્રે 9 વાગ્યા થી સવારે 6 વાગ્યા સુધીના રાત્રિ કર્ફ્યુ ને ફરીથી અચોક્કસ મુદત સુધી લંબાવવામાં આવ્યો છે. જેથી શહેરમાં રાત્રિ કર્ફ્યુ હાલ પૂરતો યથાવત રહ્યો છે. કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખીને દિવાળી પછી તુરંત જ રાજ્ય સરકારે વડોદરા સહિત ચાર મોટા શહેરોમાં રાત્રિ કર્ફ્યુની જાહેરાત કરી હતી. જેના પગલે વડોદરા શહેર પોલીસ કમિશનરે પણ 20 નવેમ્બરે કર્ફ્યુ અંગે હુકમનામું પ્રસિદ્ધ કર્યું હતું. દરમિયાન પોલીસ કમિશનરે આ રાત્રિ કર્ફ્યુને આગળ ધપાવી શનિવાર 5 ડિસેમ્બરથી રાત્રી કરફ્યુંને બીજો હુકમ ના થાય ત્યાં સુધી યથાવત રાખ્યો હતો. સામાજિક કાર્યકર ફારૂક મેમણે મુખ્યમંત્રીને ઈમેલ કરી કર્ફ્યુનો અમલ રાત્રે 11 વાગ્યાથી કરાવા માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો