તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તૈયારી:જાન્યુઆરીના અંત સુધીમાં હોસ્ટેલ ચાલુ કરાશે, એક રૂમમાં પીજી અને પીએચડીના એક વિદ્યાર્થીને રખાશે

વડોદરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારની શિક્ષણ ચાલુ કરવાની સૂચના બાદ યુિન. હોસ્ટેલ શરૂ કરવા કવાયત

મ.સ. યુનિવર્સિટીમાં હોસ્ટેલો શરૂ કરાશે. પીજીના અને પીએચડીના વિદ્યાર્થીઓ રહી શકશે. એક રૂમમાં એક જ વિદ્યાર્થી રાખવામાં આવશે. 1300 વિદ્યાર્થીઓ રહી શકશે. પીજી અને પીએચડીના થઈને 1200 જેટલા વિદ્યાર્થીઓ થાય છે.

એમ એસ યુનિવર્સિટી જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં હોસ્ટેલો શરૂ કરી દેવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા પીજી અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ માટે કોલેજો શરૂ કરવાની સૂચના આપ્યા પછી હવે યુનિવર્સિટી દ્વારા હોસ્ટેલ શરૂ કરવા માટે પણ તૈયારીઓ આરંભી દીધી છે. જેના ભાગરૂપે 18મી જાન્યુઆરી થી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અને હોસ્ટેલમાં રહેતા પી જી ના વિદ્યાર્થીઓને પોતાના વતનથી પરત લાવવા માટે કવાયત હાથ ધરાશે. જે વિદ્યાર્થીઓ પરત આવશે તેને હોસ્ટેલમાં રહેવા માટે જગ્યા ફાળવવામાં આવશે. સોશિયલ ડીસ્ટન્સ ના ભાગરૂપે એક રૂમમાં એક જ વિદ્યાર્થી રહી શકશે. પીજી અને પીએચડીના મળીને અંદાજે 1200 જેટલા વિદ્યાર્થીઓ થાય છે.

યુનિવર્સિટી હોસ્ટેલમાં બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ મળીને 1300 જેટલા રૂમો થાય છે. જેમાં બોયઝ હોસ્ટેલના 800 અને ગર્લ્સ હોસ્ટેલના 500 રૂમો થાય છે. યુનિવર્સિટી હોસ્પિટલમાં પાંચ હજાર વિદ્યાર્થીઓ એક સાથે રહી શકે તેવી વ્યવસ્થા છે. કોરોના મહામારી પછી પરિસ્થિતિ બદલાઇ ચૂકી છે અને હવે એક રૂમમાં એક જ વિદ્યાર્થી રાખી શકાય તેવી વ્યવસ્થા કરવી પડે તેમ છે. યુનિવર્સિટીની હોસ્ટેલોમાં ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને રાખી શકાશે નહીં. આ વિદ્યાર્થીઓએ ઓનલાઇન માધ્યમથી અભ્યાસ કરવો પડશે. બહાર રહેતા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વર્તમાન પરિસ્થિતિમાં પરત આવે તેવી શક્યતા ઓછી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser