તાઉ-તે અને યાસ વાવાઝોડાના પગલે 25 વર્ષ બાદ મે મહિનો સૌથી ઠંડો રહ્યો હતો. વડોદરામાં મે મહિનામાં ગરમીનો પારો 44 ડિગ્રી થી ઉપર પહોચી જાય છે. પરંતું વાવાઝોડાના પગલે મે મહિનામાં ગરમીનો પારો 42.2 ડિગ્રી સુધી જ પહોંચ્યો હતો. મે મહિનાના 25 દિવસ ઠંડા જ રહ્યાં હતાં. મે મહિનામાં સૌથી વધુ તાપમાન 16 મેના રોજ 42.2 ડિગ્રી જ્યારે સૌથી ઓછું તાપમાન 18 મેના 28 ડિગ્રી રહ્યું હતું.
હવામાન શાસ્ત્રીઓના મતે વડોદરાની ભૌગોલીક પરીસ્થિતિ મુજબ મેદાની વિસ્તારમાંથી આવતા પશ્ચિમના પવનો જ ગરમી વધારતા હોય છે.પરંતું વડોદરામાં તાઉ-તે વાવાઝોડા બાદ સતત દક્ષિણ-પશ્ચિમના 15 થી 20 કિમીના પવનો ફુંકાતા રહ્યાં હતાં. તાઉ-તે વાવાઝોડાના પગલે શહેરમાં 80 કિમી ઝડપે પવનો ફુંકાતા જિલ્લામાં તારાજી પણ સર્જાઈ હતી. દક્ષિણના ભેજયુક્ત પવનોના પગલે પારો સતત 37 થી 40 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો.
બીજી તરફ જૂન મહિનાની શરૂઆતમાં પણ દક્ષિણ-પશ્ચિમના પવનો ફુંકાઈ રહ્યાં છે. હવામાન વિભાગના મુજબ ચાલુ વર્ષે 110 ટકા વરસાદ વરસવાની આગાહી છે. હવામાન વિભાગના ફોરકાસ્ટ મુજબ બુધવારના રોજ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો 37 ડિગ્રી નોંધાયું હતું. ગુરૂવારના રોજ પણ પારો 37 ડિગ્રી સુધી રહે તેવી સંભાવના છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.