વર્ષ 2022 વિધાનસભાની ચુંટણીમાં વડોદરા શહેરની 10 વિધાનસભામાં 26 હજાર જેટલા મત નોટામાં પડ્યા હતા. ગત ટર્મ કરતા આ ટર્મમાં આ આંકડામાં 2334નો વધારો જોવા મળ્યો છે. કુલ મતદારોમાંથી 26 હજાર મતદારોને ચુંટણીમાં ઉભેલા એક પણ ઉમેદવાર પ્રત્યે કોઈપણ રસ નથી અને તંત્રની કામગીરીને લઈને મતદારોમાં નિરાશા પણ હોય છે. જેના કારણે નોટામાં મતદાન થતું જોવા મળે છે . ગત ટર્મમાં 24009 મતદારોએ નોટામાં મતદાન કર્યું હતું.
ગત વિધાન સભાની ચૂંટણીમાં મધ્ય ગુજરાતમાં સૌથી વધુ 1.28 લાખ મત NOTAમાં પડ્યા હતા. ત્યારે વડોદરા શહેર-જિલ્લાની 10 બેઠક પર 24 હજાર કરતાં પણ વધારે મત નોટામાં પડ્યા હતા. વિધાનસભાની ચૂંટણીઓમાં ઉમેદવારોની કામગીરી અને ઉમેદવારોને લઈ મતદાતાઓમાં અસમંજસ હોય છે.
તેની વચ્ચે ગત વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત રાજ્યમાં 5 લાખ જેટલા મત નોટામાં પડ્યા હતા. વડોદરાની શહેર અને જિલ્લાની બેઠકમાંથી શહેર-વાડી વિધાનસભામાં 2022માં સૌથી વધુ 4022 મત નોટામાં પડ્યા છે. નોટા એટલે NONE OF THE ABOVEનો વિકલ્પ આપવામાં આવે છે.
જે મતદારને કોઈપણ ઉમેદવારને મત આપવો નથી હોતો તે મતદાર પોતાના મતાધિકાર નો ઉપયોગ કરી NOTA માં પોતાનો અભિપ્રાય આપતા હોય છે. ત્યારે મતદારો મતદાન કરવાતો જાય છે પરંતુ એકપણ યોગ્ય ઉમેદવાર નહીં લાગતા નોટામાં વોટ નાખીને પરત ફરતા હોય છે. શહેરના શહેર વાડી વિધાનસભામાં સૌથી વધુ વખત નોટા બટનને દબાવવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.