રોગચાળાની દહેશત:ચિકનગુનિયાના 34 શંકાસ્પદ દર્દી મળતાં આરોગ્ય તંત્ર દોડ્યું

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડેન્ગ્યૂના 66 શંકાસ્પદ દર્દી પૈકી 12 પોઝિટિવ નોંધાયા
  • ​​​​​​​940 લોકોના ​​​​​​​મલેરિયાના ટેસ્ટ કરવામાં આવ્યા

શહેરમાં ચાલી રહેલા મચ્છરજન્ય રોગચાળાને પગલે આરોગ્ય વિભાગ દ્વારા રોજ સંખ્યાબંધ વિસ્તારોમાં ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે વિવિધ ટીમો દ્વારા ગુરુવારે 8 કન્સ્ટ્રક્શન સાઇટમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી જ્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં થયેલા સર્વેમાં તાવના 397 જેટલા દર્દીઓ મળી આવ્યા હતા જે સિઝનલ અને વાયરલ તાવ ના હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવાય છે જ્યારે મચ્છરજન્ય રોગચાળામાં સિઝન દરમિયાન અત્યાર સુધી એક પણ વ્યક્તિનું મોત થયું નથી.

ત્યારે ગુરુવારે ડેન્ગ્યુના વધુ 66 શંકા પદ્ધતિઓ ના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી બહાર દર્દી પોઝિટિવ આવ્યા હતા. ચિકનગુનિયા ના 34 શંકાસ્પદ દર્દીઓ પૈકી ત્રણ દર્દી પોઝિટિવ આવ્યા હતા આરોગ્ય વિભાગ દ્વારા મેલેરિયાના 940 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. જો કે તેમાંથી એક પણ દર્દી પોઝિટિવ આવ્યો ન હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. જ્યારે સ્વાઈન ફ્લૂમાં પણ સી કેટેગરીના ત્રણ દર્દી નોંધવામાં આવ્યા છે

અન્ય સમાચારો પણ છે...