તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

181 મહિલા સુરક્ષા હેલ્પ લાઇન:મહિલાના ફોટો વાયરલ કરી પજવણી કરનાર ઝડપાયો

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મકરપુરા રોડ પર મહિલાનો પીછો કરી આંતરી હતી
  • અભયમને કોલ કરતા પોરથી યુવકને ઝડપી પાડ્યો

શહેરના મકરપુરા રોડ પરથી મોપેડ પર પસાર થતી મહિલાનો પીછો કરી ફોટા પાડીને સોશિયલ મીડિયા પર વાઇરલ કરી હેરાન કરનારા શખ્સ સામે મહિલાએ 181 મહિલા સુરક્ષા હેલ્પ લાઇનને ફોન કરી મદદ માગી હતી. અભયમે પોલીસની મદદથી આ શખ્સને પોરથી ઝડપી લીધો હતો.

મકરપુરા નોવીનો પાસેથી મોપેડ પર પોતાની પુત્રી સાથે મહિલા પસાર થઇ રહી હતી ત્યારે એક શખ્સે તેનો પીછો કરી રસ્તામાં આંતરી હતી અને તેનો ફોટો પાડ્યો હતો. જેથી મહિલાએ 181 મહિલા હેલ્પ લાઇન અભયમમાં મદદ માટે ફોન કરતાં બાપોદ સ્થિત અભયમ રેસ્ક્યૂ ટીમ સ્થળ પર પહોંચી હતી. જોકે આ શખ્સ ફરાર થઇ ગયો હતો. આ શખ્સનો મોબાઇલ ફોન મહિલા પાસેથી અભયમની ટીમને મળતાં તે પોર ભાગી ગયો હોવાનું જણાતાં પોર પોલીસની મદદથી આ શખ્સને ઝડપી લીધો હતો.

આ શખ્સે અભયમની સમજાવટમાં પોતાની ભૂલ કબૂલી હતી અને માફી માગતાં હવે પછી કોઈ દિવસ હેરાન નહીં કરે તેની ખાતરી આપી હતી, જેથી અભયમે તેની પાસે લેખિત બાંહેધરી લખાવી કડક શબ્દોમાં ફરીથી આવું કૃત્ય ન કરવા તાકીદ આપી હતી.ઉલ્લેખનીય છે કે, આ મહિલા 14 વર્ષની પુત્રી સાથે રહે છે અને તેના છુટાછેડા થયા હોવાથી કટલરીનું કામ કરે છે. આ શખ્સ સાથે તેને મિત્રતા થઇ હતી પણ ત્યારબાદ આ શખ્સે તેની પર હક જતાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો