14 માર્ચથી શરૂ થનારી ગુજરાત માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ માટે હોલટીકીટ વિતરણની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. જો કોઇ વિદ્યાર્થીએ સ્કૂલની ફી ભરી ના હોય તેવા સંજોગોમાં સ્કૂલ દ્વારા તે વિદ્યાર્થીની હોલટીકીટ રોકી શકાશે નહિ.વિદ્યાર્થીની હોલટીકીટ રોકવામાં આવશે તો સ્કૂલ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના બોર્ડ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને આપવામાં આવી છે.બોર્ડ દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે કે ધોરણ 10-12 બોર્ડ ની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓમાંથી કોઇ પણ વિદ્યાર્થીની સ્કૂલની ફી બાકી હોય અને તેવા કિસ્સામાં સ્કૂલ દ્વારા તેની હોલટીકીટ અટકાવી શકાશે નહિ.
જો કોઇ પણ સ્કૂલ દ્વારા ફી નહિ ભરવાના કારણે વિદ્યાર્થીની હોલ ટીકીટ અટકવશે તો તેવા કિસ્સામાં સ્કૂલની સામે પગલા ભરવામાં આવશે.જો કોઇ પણ વિદ્યાર્થીની હોલ ટીકીટ અટકાવવામાં આવે તો તેવા કિસ્સામાં વિદ્યાર્થી કે વાલી દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે ફરીયાદ કરી શકશે. ફરીયાદના આધારે સ્કૂલ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો આદેશ બોર્ડ દ્વારા કરાયો છે.
આ ઉપરાંત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પણ તાકીદ કરવામાં આવી છે કે કોઇ પણ સ્કૂલો દ્વારા વિદ્યાર્થીની ફી બાકી હોય તેવા કિસ્સામાં હોલટીકીટ અટકાવવી નહિ અને જો તે અંગે ફરીયાદ મળશે તો સ્કૂલ સામે કાર્યવાહી કરવામાં આવશે. હોલટીકીટ ના મળી શકે તેવા કિસ્સામાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા તુંરત પગલા લેવામાં આવશે તેવી સૂચનાઓ બોર્ડ દ્વારા આપવામાં આવી છે જેના કારણે ડીઇઓ કચેરી દ્વારા પણ તકેદારી રાખવામાં આવી રહી છે.
અકસ્માત થતાં તાત્કાલિક લહિયા અપાયો
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રેકટીલ પરીક્ષાઓ ચાલી રહી છે. જેમાં શાનેન સ્કૂલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી સયૈદ મોહંમદ શાહીલુદીનનું પરીક્ષા કેન્દ્ર ફતેંગજ કોન્વેન્ટ સ્કૂલમાં આવ્યું હતું. 1 માર્ચના રોજ વિદ્યાર્થી પરીક્ષા આપવા માટે પરીક્ષા કેન્દ્ર પર જઇ રહ્યો હતો તે દરમિયાન તેનો અકસ્માત થયો હતો. જેની જાણ તાત્કાલીક સ્કૂલમાં કરાઇ હતી. ત્યારબાદ ડીઇઓ કચેરીનો સંપર્ક કરીને વિદ્યાર્થી માટે લહિયાની વ્યવસ્થા કરાઇ હતી.
125 દિવ્યાંગ વિદ્યાર્થી પરીક્ષા આપશે
એસએસસીની પરીક્ષામાં વડોદરા શહેરમાંથી 4 કેન્દ્રો પરથી કુલ 125 દિવ્યાંગ વિદ્યાર્થીઓ નોંધાયા છે. રાવપુરા કેન્દ્ર પરથી 20, મકરપુરા કેન્દ્ર પરથી 17, કારેલીબાગ કેન્દ્ર પરથી 53 અને ગોત્રી કેન્દ્ર પરથી 35 વિદ્યાર્થીઓ નોંધાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.