શહેરમાંથી વાહન ચોરી કરતા રીઢા ચોરની પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ જેલમાં મોકલી અપાયો છે. રણોલી બ્રિજ પાસે રહેતા કિરપાલ સિંહ ઉર્ફ દાદુ સિંહ સામે વાહન ચોરીના છાણી પોલીસ સ્ટેશનમાં 2 અને સમા પોલીસ સ્ટેશમાં 1 ફરિયાદ નોંધાવાઈ હતી અને જિલ્લા બહાર રાજપીપળામાં 7 ફરિયાદ નોંધાઈ હતી.
દાદુસિંહ છેલ્લા કેટલાક મહિનાઓથી પોલીસને ચકમો આપીને નાસતો ફરતો હતો. કિરપાલસિંહ ઉર્ફે દાદુસિંહ વિરુદ્ધ અલગ-અલગ 9 પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી. દરમિયાન પોલીસે સમામાંથી દાદુસિંહની અટકાયત કર્યા બાદ પાસા હેઠળ તેને રાજકોટની જેલમાં ધકેલી દીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.