તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:એક વર્ષમાં શહેરમાં 41 સ્થળે ચોરી કરનાર રીઢો તસ્કર ઝબ્બે

વડોદરા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગેંગના સાગરીતને ઝડપી લીધા બાદ ઘટસ્ફોટ
  • ગોવિંદસિંગ ચીકલીગર બંધ મકાનોની રેકી કરી ચોરી કરતો હતો

શહેરમાં પુર્વ વિસ્તારમાં મકાનોને ટાર્ગેટ કરી ઘરફોડ ચોરી કરનારા તસ્કરને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની એન્ટી ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સ્ક્વોર્ડની ટીમે ઝડપી લીધા બાદ તેની પુછપરછમાં તેણે વડોદરામાં અલગ અલગ 41 સ્થળોએ ઘરફોડ ચોરી કરી હોવાની કબુલાત કરતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની એન્ટી ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સ્ક્વોર્ડના પીઆઇ એચ.એમ. વ્યાસ અને તેમની ટીમે બાતમીથી ખોખરા વિસ્તારમાંથી ચોરી કરવાના ઇરાદે ફરી રહેલા ગોવિંદસિંગ અમરસિંગ ભાદા ચીકલીગર (રહે, ઇન્દીરાનગર, સોમા તળાવ)ને ઝડપી લીધો હતો. તેની ઉંડી પુછપરછ કરાતા તેણે તેના સાથીદારો ગુરુમુખસિંગ ઉર્ફે કાલીયા તથા ગોવિંદસીંગ નાનકસિંગ બાવરી સાથેમળી શહેરમાં ઘરફોડ ચોરી કરી હોવાનું જણાયુ હતું. 41 સ્થળોએ તેણે ચોરી કરી હોવાનો ઘટસ્ફોટ થયો આ ફરિયાદો પોલીસમાં નોંધાઇ પણ ન હતી પોલીસે તપાસ હાથ ધરી છે.

શહેર પોલીસ ચોપડે નહીં નોંધાયેલ ચોરીના 41 ગુનાઓના ભેદ ઉકેલાયા
ગોવિંદસિંગ અને તેના સાથીદારોએ શહેરમાં એક વર્ષ પહેલા વાઘોડીયારોડના દિપ એપાર્ટમેન્ટના 2 મકાનોમાં ચોરી કરી હતી દસમાસ પહેલાં બાપોદ જકાતનાકા પાસે વૈકુંઠ સોસા.વિભાગ-1ના 3 મકાનના તાળા તોડી મકાનમાંથી ચોરી કરી હતી. 6 માસ પહેલા આટોળકીએ સોમા તળાવના ઓમકાર બંગલોઝમા પ્રયાસ કર્યો પણ મકાનમાંથી કોઇ ચીજ મળી ન હતી 6 માસ પહેલાં જ સોમા તળાવ સોમનાથ નગરમાં 3 મકાનોમાં ચોરી અને ચાર માસ પહેલા વૈકુંઠ સોસા-1માં ચોરી કરી હતી પણ કંઇ મળ્યુ ન હતું.

જયારે વાઘોડીયારોડ કલાદર્શન પાસે રુપલ સોસાયટીના મકાનમાંથી અને ડભોઇ રોડની ક્રીષ્ણા કોલોનીના મકાનમાંથી, લલીતા ચાલીમાંથી પણ ચોરી કરી હતી પણ ત્યાં કંઇ મળ્યુ ન હતું. તેણે સોમા તળાવ વિસ્તારમાં 5, પરિવાર ચોકડી વિસ્તારમાં 4, કપુરાઇ થી વાઘોડીયા ચોકડી વિસ્તારમાં 8 અને વૃંદાવન વિસ્તારમાં 9 ઘરફોડ ચોરી કરી હતી પણ તે સોસાયટીના નામ તેને યાદ ના હોવાનું પોલીસને જણાવ્યું હતું.

રેકી કરીને મકાનોને તે ટાર્ગેટ કરતો
પોલીસે જણાવ્યું હતું કે ગોવિંદ સીંગ અને તેના સાથીદારો શહેરમાં દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારમાં ફરતા હતા અને બંધ મકાનોની રેકી કરીને ટાર્ગેટ કરતા હતા અને ત્યારબાદ રાતના સમયે નક્કી કરેલા મકાનના દરવાજાના નકુચા તોડી ચોરી કરતા હતા અને ફરાર થઇ જતા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો