કાર્યવાહી:વરણામા પોલીસ પાસે જીએસટી વિભાગે ભંગારની વિગતો માગી

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભંગાર મુદ્દે પોલીસ કામગીરીની નોંધ ઉચ્ચ કક્ષાએ લેવાઈ

વરણામા પોલીસે 38 લાખના લોખંડના ભંગાર ભરેલી 3 ટ્રક ઝડપી પાડ્યા બાદ કરેલી ભેદી કામગીરીની ગંભીર નોંધ ઉચ્ચ કક્ષાએ લેવાઈ છે. જીએસટી વિભાગ દ્વારા સત્તાવાર પત્ર લખી ભંગારના ઝડપાયેલા જથ્થા અંગેની વિગતો માગતાં પોલીસની હાલત કફોડી બની છે. પોલીસ બેડામાં ચાલતી ચર્ચા પ્રમાણે લાખો રૂપિયાની લેતીદેતી કરી મામલો સેટ કરવામાં આવ્યો છે.

ઇલેક્ટ્રો થર્મલમાંથી બારોબાર વગે થયેલા લોખંડના ભંગાર ભરેલી 3 ટ્રક પોર જીઆઇડીસીમાંથી પકડાઈ હતી અને ભંગારના ગોડાઉન માલિક તેમ ટ્રકચાલકોને ઝડપી તેમની સામે 41 (1) ડી મુજબની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જોકે તે બાદમાં કાળા કલરની મારુતિ સિયાજ કારમાં સિક્યુરિટી સુપરવાઈઝરે પોલીસ મથકમાં આવી પીએસઆઈ બિહોલાને મળી આખો મામલો રફેદફે કરી દીધો હોવાની ચર્ચા ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...