તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:1200 વેપારીઓએ ભરેલા વેટ સિક્યુરિટી ડિપોઝિટના 15 કરોડથી વધુ GST વિભાગ 3 વર્ષથી પરત કરતો નથી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એસોસિયેશનની વારંવાર રજૂઆત છતાં કોઇ ઉકેલ આવતો નથી

2018માં વેટ નાબૂદ થયા બાદ જીએસટી લાગૂ થયો પણ 2006માં વેટનો કાયદો અમલમાં આવ્યો ત્યારે સંખ્યાબંધ વેપારીઓ પાસે વેટની સિક્યુરિટી ડિપોઝિટ પેટે રૂ.10 હજારથી રૂ. 45 હજારના રૂપિયા વેટ વિભાગમાં વેપારીઓએ જમા કરાવ્યાં હતા. હવે ત્રણ વર્ષ બાદ પણ 1200થી વધુ વેપારીઓની સિક્યુરિટી ડિપોઝિટના રૂ. 15 કરોડથી વધુની રકમ જીએસટી વિભાગે પરત કરી નથી. સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ (સીજીસીટીસી)ના મેનેજિગ કમિટી મેમ્બર હિમાંશુ વાઘેલાના જણાવ્યા મુજબ 4 વર્ષ અગાઉ આ વેપારીઓની સંખ્યા 4094 જેટલી હતી.

આ અંગે એસોસિયેશને રજૂઆત પણ જીએસટી વિભાગમાં સંખ્યાબંધ વાર કરી છે. પણ તેનો કોઇ ઉકેલ આવતો નથી. એસોસિયેશનના સભ્યોના જણાવ્યા મુજબ જીએસટી વિભાગને વેપારીઓ પાસેથી નાણા લેવાના હોય ત્યારે વસૂલાત કરી લે છે પણ જ્યારે રિફંડ આપવાના આવે છે ત્યારે ઠાગાઠૈયા કરવામાં આવે છે, ટેક્નિકલ કારણો ઊભા કરવામાં આવે છે. જ્યારે વેટનો કાયદો 2006માં આવ્યો ત્યારે સિક્યુરિટી ડિપોઝિટની રકમ લેતી વેળાએ વેપારીઓને કહેવામાં આવ્યું હતું કે આ ડિપોઝિટની રકમ બે વર્ષ બાદ પરત કરવામાં આવશે. પણ આજે 15 વર્ષ થવા છતાં જીએસટી વિભાગે સંખ્યાબંધ વેપારીઓને આ રકમ પરત કરી નથી. એમ વેપારીઓનું કહેવું છે.

પેમેન્ટ થયા બાદ પણ બેંક અકાઉન્ટ પર ટાંચ
જીએસટી વિભાગ દ્વારા વેપા સમાધાન યોજના મૂકવામાં આવી હતી. આ યોજના વેપારીઓએ સ્વીકાર્યા બાદ નાણા ભરી દીધા હતા. છતાં વેટની રિકવરી માટે વિભાગ દ્વારા વેપારીઓ- એડવોકેટ્સને ફોન આવે છે. એટલું જ નહીં વિભાગ દ્વારા બેંક અકાઉન્ટ પર પણ ટાંચ મૂકવામાં આવી રહી છેે. સીજીસીટીસીના જણાવ્યા મુજબ જીએસટી વિભાગોમાં આંતરિક સંકલન ન હોવાથી આ બાબત બની રહી છે.

અન્ય સમાચારો પણ છે...