ભાસ્કર એક્સક્લુઝિવ:ગીચ પોળો સાથે લીલોતરી વિનાનું માંડવી સૌથી હોટ

વડોદરા21 દિવસ પહેલાલેખક: નેહલ વ્યાસ
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • MSUના એન્વાયરમેન્ટ સાયન્સ વિભાગની વિદ્યાર્થિની દ્વારા વડોદરાના 179 વિસ્તારોના તાપમાન પર રિસર્ચ

શહેરીકરણના પગલે બિલ્ટઅપ એરીયાનો વધારો થઇ રહ્યો છે. બાંધકામ માટે વપરાતી વસ્તુઓમાં સૌર કિરણો સંગ્રહિત થાય છે જેના કારણે અર્બન હીટ આઇલેન્ડની સ્થિતિ ઉપસ્થિત થઇ રહી છે. એમ.એસ.યુનિ.ની સાયન્સ ફેકલ્ટીના એન્વાયરમેન્ટ સાયન્સની વિદ્યાર્થીની દ્વારા વડોદરા શહેરના 179 વિસ્તારોના સરફેસ પર કેટલું તાપમાન છે તેના પર રિસર્ચ કરતા માંડવી વિસ્તારમાં સૌથી વધુ તાપમાન નોંધાયુ હતું.

સાયન્સ ફેકલ્ટીના અધ્યાપક મંથન ટેલરની ગાઇડન્સમાં વિદ્યાર્થીની શીવાની રાવલે કરેલા રિસર્ચમાં શહેરના 179 જગ્યાઓના સરફેસ ટેમ્પરેચર એકત્રીત કરાયા હતા. વડોદરા શહેરની જમીનનું તાપમાન માપવા માટે ઇન્ફ્રારેડ થર્મોમીટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જમીનની સપાટીના આધારે લેન્ડ સરફેસ ટેમ્પરેચરના ડેટા એકત્રીત કરવામાં આવ્યા હતા. જેમાં સૌથી વધુ ગરમ સરફેસ અને ઓછી ગરમ સરફેસના ડેટા મળ્યા હતા.

વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે અભ્યાસમાં જણાઇ આવ્યું હતું કે ડામર,કોંક્રીટ,મેટલ રૂફીંગ અને ઇંટ સૌથી વધુ ગરમ હતા. વનસ્પતિ વિસ્તારો,તળાવ,ગ્રીનરી વાળી જગ્યાઓ પર તાપમાન નીચું જોવા મળ્યું હતું. શહેરના મધ્યમાં માંડવીમ સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. જયારે બાગબગીચામાં સરફેસ ટેમ્પરેચર 28 થી 30 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. શહેરના સૌથી વધુ વૃક્ષો ધરાવતા કમાટીબાગનું ટેમ્પરેચર 30 ડિગ્રી નોંધાયું હતું.

10 સૌથી વધુ સરફેસ તાપમાન ધરાવતા વિસ્તારો

માંડવી60 ડિગ્રી
એમ.જી.રોડ58 ડિગ્રી
નવા બજાર58 ડિગ્રી
પાણીગેટ59 ડિગ્રી
વાઘોડિયા રોડ57 ડિગ્રી
ગોત્રી55 ડિગ્રી
તાંદલજા54 ડિગ્રી
સન ફાર્મા રોડ53 ડિગ્રી
જીઆઇડીસી52 ડિગ્રી
અકોટા55 ડિગ્રી

10 સૌથી ઓછા સરફેસ તાપમાન ધરાવતા વિસ્તારો

માંજલપુર40 ડિગ્રી
અટલાદરા42 ડિગ્રી
નિઝામપુરા39 ડિગ્રી
IOCL38 ડિગ્રી
ગોત્રી
હરીનગર38 ડિગ્રી
વડસર37 ડિગ્રી
માણેજા39 ડિગ્રી
કલાલી36 ડિગ્રી
મકરપુરા
માણેજા37 ડિગ્રી
મુજમહુડા39 ડિગ્રી

ડામરના રોડ પર બપોરે 56.25 અને સાંજે 36 િડગ્રી તાપમાન નોંધાયું​​​​​​​

સરફેસબપોરેસાંજે
ડામરનો
રોડ56.2536
કોંક્રિટ49.6134.07
મેટલ49.5534.88
ઇંટ4834.16
રેતી47.8834.44
સરફેસબપોરેસાંજે
ટાઇલ્સ4733.17
ભીની
માટી4330.26
ઘાસ34.8428.63
તળાવનુંં
પાણી24.223.4

​​​​​​મુખ્ય તારણ

  • બપોરે 2:30 થી 3:30 સુધીના એકત્ર કરેલા ડેટા પરથી મહત્તમ 64 ડીગ્રી, લઘુત્તમ 23 ડિગ્રી નોંધાયું હતું. ગીચ રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારો તથા ખૂબ ઓછા ગ્રીનરી વિસ્તારોમાં તાપમાન વધુ જોવા મળ્યું હતું.
  • સાંજે 7 થી 8 દરમિયાન સૌથી વધુ તાપમાન 40 ડીગ્રી અને લઘુત્તમ તાપમાન 21 ડીગ્રી હતું.
અન્ય સમાચારો પણ છે...