નિર્ણય:ફ્લાયઓવર માટે 130 કરોડથી વધુની રકમ માટે સરકાર પાસે હાથ લંબાવાશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરદાર એસ્ટેટથી વૃંદાવન ચાર રસ્તા સુધી સળંગ બ્રિજ બનશે

પૂર્વ વિસ્તારમાં સરદાર એસ્ટેટ કે વૃંદાવન ચાર રસ્તા સુધીના રોડ પર સંયુક્ત એટલે કે સળંગ ફ્લાય ઓવરબ્રિજ બનાવવા માટે તેના મંજૂર થયેલા રૂા.130.87 કરોડના ડીપીઆર ઉપરાંત થનારી ટેન્ડરની વધારાની ખર્ચની રકમ માટે રાજ્ય સરકારમાંથી ગ્રાન્ટ મેળવવાનો સુધારા ઠરાવ સ્થાયી સમિતિમાં કરાયો છે. ગેંડા સર્કલ મનીષા ચોકડી સુધી બની રહેલા ફ્લાયઓવર માટે સરકારે મંજૂરી આપ્યા બાદ પણ વધારાનાં નાણાં પાલિકાના શાસકો લાવી શક્યા નથી ત્યારે આ ફ્લાયઓવર માટે કેવી રીતે ગાંધીનગર ગ્રાન્ટ આપશે તે મોટો પ્રશ્ન છે.

સરદાર એસ્ટેટથી વૃંદાવન ચાર રસ્તા સુધીના 1.9 કિલોમીટરના રોડ પર સળંગ ફ્લાયઓવર બનાવવો કે બે ભાગમાં બે જુદા ફ્લાયઓવર બનાવવા તે અંગે નિર્ણય લેવા માટે સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરાઇ હતી. આ ફ્લાયઓવર સળંગ બનાવવામાં આવે તો રૂપિયા 130.87 કરોડનો ખર્ચ થશે તેવો અંદાજ મૂકાયો હતો.ે બે અલગ બ્રિજ બનાવવામાં આવે તો સરદાર એસ્ટેટ ચાર રસ્તા પર 702.50 મીટર લાંબો ફોરલેન બ્રિજ રૂપિયા 55.39 કરોડના ખર્ચે તથા વૃંદાવન ચાર રસ્તા જંકશન પર 725 મીટર લાંબો ફોર લેન બ્રિજ રૂપિયા 56.74 કરોડના ખર્ચે બનશે.

પાલિકામાં સાંસદ અને ધારાસભ્યોની સંકલન સમિતિની મિટિંગ 23 ઓગસ્ટના રોજ મળી હતી. જેમાં બે ફ્લાયઓવર અલગ-અલગ બનાવવાના બદલે સરદાર એસ્ટેટ જંક્શનથી વૃંદાવન જંક્શન વચ્ચે સળંગ ફ્લાયઓવર બનાવવા રજૂઆત થઇ હતી.

આ ફ્લાયઓવર સળંગ અથવા તો બે ભાગમાં બને તો પણ બ્રિજની પહોળાઈ 16.80 મીટર રહેશે.સ્થાયીની અગાઉ મળેલી બેઠકમાં ફ્લાયઓવરને માત્ર મંજૂરી સાથે સુધારા ઠરાવ કરવાનો નિર્ણય લેવાયો હતો. સરદાર એસ્ટેટથી વૃંદાવન ચાર રસ્તા સુધી સંયુક્ત ફલાયઓવર બનાવવા ડીપીઆર, વધારાના ખર્ચની રકમ માટે સરકારની ગ્રાન્ટની મંજૂરીની અપેક્ષાનો ઠરાવ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...