તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • The Government Says If It Does Not Get The Vaccine By June 30, It Will Not Be Allowed To Trade, Says Minister Of State Yogesh Patel: "Police Should Not Harass Traders"

ફરજીયાત રસીનો વિવાદ:સરકાર કહે છે, 30 જૂન સુધીમાં રસી નહીં લે તો વેપાર કરવાની મંજૂરી નહીં મળે, રાજ્યમંત્રી યોગેશ પટેલે કહ્યું: 'પોલીસ વેપારીઓની કનડગત ન કરે'

વડોદરા3 મહિનો પહેલા
નર્મદા વિકાસ રાજ્યમંત્રી યોગેશ પટેલ(ફાઇલ તસવીર)
  • રાજ્યમંત્રી યોગેશ પટેલ કહે છે કે, પોલીસને હું કહેવાનો છું કે, રસીકરણનો કાર્યક્રમ પૂરો થયો, ત્યારે જ કોઇને દંડ કરજો
  • અત્યારે આપણી પાસે રસીનો જથ્થો આવી રહ્યો છે, લોકો રસી લેવા આવી રહ્યા છે. 30 તારીખ તો ટૂંક સમયમાં આવી જશેઃ યોગેશ પટેલ

રાજ્ય સરકારે કોરોનાની ત્રીજી વેવને ધ્યાનમાં લઈને વેપારીઓ, ફેરિયા, નોકરિયાત અને શ્રમિક વર્ગને 30 જૂન સુધી ફરજિયાત વેક્સિન લેવા માટે સૂચના આપી છે. જોકે, ત્યારે નર્મદા વિકાસ રાજ્યમંત્રી યોગેશ પટેલે જણાવ્યું હતું કે, પોલીસ વેપારીઓની કનડગત ન કરે અને રસીકરણનો કાર્યક્રમ પૂરો થયો, ત્યારે જ કોઇને દંડ કરજો.

મુખ્યમંત્રીના વર્ચ્યુઅલ કાર્યક્રમમાં નર્મદા વિકાસ મંત્રી હાજર રહ્યા
રાજ્ય સરકારના મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા આગંણવાડીના તમામ બાળકોને ગણવેશ વિતરણનો વર્ચ્યુઅલ કાર્યક્રમ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયો હતો. આ પ્રસંગે વડોદરા મહાનગરપાલિકાના સભાખંડ ખાતે નર્મદા વિકાસ રાજ્યમંત્રી યોગેશ પટેલ હાજર રહ્યા હતા અને વડોદરા મહાનગરપાલિકાની તમામ આંગણવાડીના 16,148 બાળકોને ગણવેશ વિતરણનો પ્રતિકાત્મક પ્રારંભ કરવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રીના વર્ચ્યુઅલ કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાના સભાખંડ ખાતે નર્મદા વિકાસ રાજ્યમંત્રી યોગેશ પટેલ હાજર રહ્યા હતા
મુખ્યમંત્રીના વર્ચ્યુઅલ કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાના સભાખંડ ખાતે નર્મદા વિકાસ રાજ્યમંત્રી યોગેશ પટેલ હાજર રહ્યા હતા

પોલીસ કોઇપણ વેપારીને કનડગત ન કરે
આ પ્રસંગે રાજ્યમંત્રી યોગેશ પટેલે જણાવ્યું હતું કે, શરૂઆતમાં લોકો રસી લેવા માટે જાગૃત નહોતા, ત્યારે પાલિકાએ 60 વેક્સિનેશન સેન્ટર શરૂ કર્યાં હતા, ત્યાર બાદ હવે 260 સેન્ટર શરૂ કર્યાં છે. કેન્દ્ર સરકાર દ્વારા જેટલી રસી આવે છે, તેટલી રસી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. કારણ કે, અત્યારે આપણી પાસે રસીનો જથ્થો આવી રહ્યો છે, લોકો રસી લેવા માટે આવી રહ્યા છે. 30 તારીખ તો ટૂંક સમયમાં આવી જશે. પોલીસ કોઇપણ વેપારીને કનડગત ન કરે.

આંગણવાડીઓના 14 લાખ બાળકોને વિનામૂલ્યે યુનિફોર્મ વિતરણની પહેલ ગુજરાતે કરી
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીનો ગરીબ મધ્યમ વર્ગીય પરિવારોના બાળકો ભૂલકાઓ માટે સંવેદના સ્પર્શી નવતર અભિગમના ભાગરૂપે રાજ્યભરની આંગણવાડીઓના 14 લાખ બાળકોને વિનામૂલ્યે યુનિફોર્મ વિતરણની આગવી પહેલ ગુજરાતે કરી છે.

વડોદરા મહાનગરપાલિકાની તમામ આંગણવાડીના 16,148 બાળકોને ગણવેશ વિતરણનો પ્રતિકાત્મક પ્રારંભ કરવામાં આવ્યો હતો
વડોદરા મહાનગરપાલિકાની તમામ આંગણવાડીના 16,148 બાળકોને ગણવેશ વિતરણનો પ્રતિકાત્મક પ્રારંભ કરવામાં આવ્યો હતો

સ્ટાફે વેક્સિન લીધી નહીં હોય તો તેને વેપાર કરવાની મંજૂરી નહીં મળે
ઉલ્લેખનિય છે કે, રાજ્ય સરકારે ત્રીજી વેવને ધ્યાનમાં લઈને સુપરસ્પ્રેડરની કેટગરીમાં આવતા વેપારીઓ, ફેરિયા, નોકરિયાત અને શ્રમિક વર્ગને 30 જૂન સુધી ફરજિયાત વેક્સિન લેવા માટે સૂચના આપી છે. તેવામાં કોઈ વેપારી કે તેના સ્ટાફે વેક્સિન લીધી નહીં હોય તો તેને વેપાર કરવાની મંજૂરી નહીં મળે, સાથે તેને દુકાન બંધ જ રાખવી પડશે.

સિટી પોલીસ સ્ટેશનના પીઆઇએ વેક્સિન બાબતે ચીમકી ઉચ્ચારી હતી
3 દિવસ પહેલા જ વડોદરાના સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ વી.આર.વાણિયાએ ચીમકી ઉચ્ચારી હતી કે, 'સરકારના આદેશ મુજબ, 30 જૂન સુધીમાં નાના-મોટા વેપારીઓ વેક્સિન નહીં લે તો તેમની દુકાનો, પથારા, લારીઓ બંધ કરાવી દેવામાં આવશે.

રાજ્યમંત્રી યોગેશ પટેલ કહે છે કે, પોલીસને હું કહેવાનો છું કે, રસીકરણનો કાર્યક્રમ પૂરો થયો, ત્યારે જ કોઇને દંડ કરજો
રાજ્યમંત્રી યોગેશ પટેલ કહે છે કે, પોલીસને હું કહેવાનો છું કે, રસીકરણનો કાર્યક્રમ પૂરો થયો, ત્યારે જ કોઇને દંડ કરજો