કોરોના ન્યાય યાત્રા:કોરોનાના મૃતકોના પરિવારને સરકાર રૂ.4 લાખ સહાય ચૂકવે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખની વડોદરા મુલાકાત
  • ભાજપની જૂથબંધીમાં નવા સીએમને કામ નહીં કરવા દેવાય

કોરોના ન્યાય યાત્રાને ધ્યાનમાં રાખી શહેરમાં આવેલા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, કોરોનાના કારણે લોકોને આર્થિક નુકસાન થયું છે અને ભાજપ મોટી મોટી વાતો કરે છે. અસરગ્રસ્તોને 4 લાખની સહાય ચૂકવાય તે જરૂરી છે. કોંગ્રેસ સત્તામાં આવશે તો કોરોનાના અસરગ્રસ્તોને 4 લાખની સહાય ચૂકવશે.

કોરોના ન્યાય યાત્રાને ધ્યાનમાં રાખી શહેરમાં આવેલા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી ભાજપ સરકારની ગુનાહિત બેદરકારી છે. કોરોનાના કારણે લોકોને આર્થિક નુકસાન થયું છે અને ભાજપ મોટી મોટી વાતો કરે છે. અસરગ્રસ્તોને 4 લાખની સહાય ચૂકવાય તે જરૂરી છે.

કોંગ્રેસ સત્તામાં આવશે તો કોરોનાના અસરગ્રસ્તોને 4 લાખની સહાય ચૂકવશે.કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને ન્યાય મળે તે માટે કોંગ્રેસે 16 ઓગસ્ટથી ન્યાય યાત્રા શરૂ કરી હતી. સરકાર માત્ર 10,081 મૃત્યુ આંક બતાવે છે, પરંતુ બે અઠવાડિયાંમાં જ મૃતકના પરિવારજનોએ આ યાત્રામાં ફોર્મ ભરીને આપ્યાં છે તે આંકડો 22,115નો છે, એટલે કે બમણો મૃત્યુઆંક બહાર આવ્યો છે. આ યાત્રામાં મધ્ય ઝોનમાં 3425 લોકોનાં ફોર્મ ભરાયાં છે, જેમાં વડોદરામાંથી 1500 ફોર્મ ભરાયાં છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતની વેક્સિન અને મેડિસીન ઉત્તર પ્રદેશને આપી, જેથી ગુજરાત રાજ્યમાં અછત સર્જાઈ હતી. કોરોના અને કોરોના બાદની અસર પર કોંગ્રેસ 2022ની ચૂંટણી લડશે. કોંગ્રેસ સત્તામાં આવશે તો કોરોનાના અસરગ્રસ્તો 4 લાખની સહાય ચૂકવશે. નવા મુખ્યમંત્રી વિશે તેમણે જણાવ્યું હતું કે, ભાજપમાં ચાલતી જૂથબંધીને કારણે નવા મુખ્યમંત્રીને કામ કરવા નહીં દેવાય. સરકાર સામેની વાત સામે ભાજપના ધારાસભ્યો બોલી શકતા નથી.

અન્ય સમાચારો પણ છે...