તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેર:સરકારે 10 હજાર એડવાન્સ જાહેર કર્યા, પણ અરજી કરે તો જ અપાશે

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અેડવાન્સ મેળવવા કર્મચારીઅોઅે લાંબી પળોજણ કરવી પડશે

દિવાળીને ધ્યાનમાં રાખી સરકારે રાજ્યના 5 લાખ સરકારી કર્મચારી માટે 10 હજારની તહેવાર પેશગી જાહેર કરી હતી. જોકે જે અરજી કરે તેને જ પ્રી-લોડેડ કાર્ડ અપાશે.

સરકારી કર્મચારીને તહેવારમાં થતા ખર્ચને પહોંચી વળવા અને કર્મચારી દ્વારા ખરીદીમાં વધારો થાય તથા આર્થિક પ્રવૃત્તિને વેગ મળે તે માટે સરકારના કર્મચારીઓ માટે ખાસ તહેવાર પેકેજ જાહેર કરવાની બાબત સરકારની વિચારણામાં હતી અને તેના અંતર્ગત 10 હજાર એડવાન્સમાં આપવાનું નક્કી કરાયું હતું. આ પેકેજની સામે 10 માસિક હપ્તામાં કર્મચારી રકમ પરત કરવાની છે. સરકારના નાણા વિભાગે જારી કરેલી માર્ગદર્શિકા મુજબ કર્મચારીએ તહેવાર પેકેજ અંતર્ગત પેશગી મેળવવા નામ, મોબાઈલ નંબર, ઇ-મેલ જેવી વિગતો સાથેની અરજી પોતાની કચેરીની મહેકમ શાખામાં કરવાની રહેશે. જેની મંજૂરી મહેકમના વડાએ કરવાની રહેશે અને ત્યારબાદ ઉપાડ અને વહેંચણની વિગતો અધિકારીને મોકલવામાં આવશે. આ પ્રક્રિયા બાદ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સંબંધિત બ્રાંચમાં ડિજિટલ કાર્ડ મેળવવાની કાર્યવાહી કરવાની રહેશે. ત્યારબાદ કાર્ડની સંખ્યા મુજબ ચૂકવવાની થતી રકમની જાણકારી પણ આપવાની રહેશે. કાર્ડ દીઠ 10 હજાર રૂપિયા અને પ્રોસેસિંગ ચાર્જના રૂપિયા 150 અને જીએસટી ચાર્જના રૂપિયા 27 મુજબ રૂ.177 અને 10 હજાર રૂપિયા બેંકને ચેકથી ચૂકવવાના રહેશે. જોકે કાર્ડ મેળવવા માટેના રૂા. 177નો ચાર્જ સંબંધિત કર્મચારી પાસેથી વસૂલ કરાશે નહીં અને તેનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. આ કાર્ડની માન્યતા 31 માર્ચ, 2021 સુધીની રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો