તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:કલાલી સહિત OGમાં સુવિધા માટે સરકારે 21 કરોડ ફાળવ્યા, તાજેતરમાં પાણીના નેટવર્ક માટે દરખાસ્ત કરાઇ હતી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વેમાલી, કલાલી સહિતના આઉટ ગ્રોથ ગામોના વિસ્તારોમાં પાણી સહિતની મૂળભૂત સુવિધાના કામો માટે રાજ્ય સરકારે રૂા. 21 કરોડ રૂપિયા ફાળવ્યા છે.વડોદરા પાલિકાની હદ સાથે જોડાયેલા વિસ્તારો અને ગામોને અગાઉ ઓજી એટલે કે આઉટ ગ્રોથ વિસ્તાર કહેવાય છે. આ વિસ્તારમાં વિકાસ માટે હદનો વિવાદ ઉભો થતો હતો.જેના કારણે ઓજી વિસ્તારોમાં પાણી જેવી પાયાની સુવિધા માટે ફાંફા મારવા પડે તેવી સ્થિતિ ઉભી થઇ હતી. જોકે, કોરોના કાળ પહેલા ઓજી વિસ્તારોને પાલિકાની હદમાં સમાવી લેવા સરકારે મંજૂરી આપી હતી.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રાજ્યની નગર પાલિકાઓ અને મહાનગર પાલિકાઓના ઓજી વિસ્તારના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 250 કરોડની ફાળવણી કરાઇ છે. આ 250 કરોડમાંથી પાલિકાઓને રૂ. 187 કરોડના અપાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદને 70 કરોડ અને સુરતને 56 કરોડ અપાયા છે.

પાલિકા દ્વારા તાજેતરમાં ન્યૂ સમા ટાંકીથી દુમાડ સુધીના ઓજી વિસ્તારમાં, દરજીપુરા વિસ્તારમાં, કલાલી, તરસાલી ઓજી વિસ્તારમાં પાણીની સુવિધાના કામો હાથ પર લેવામાં આવ્યા છે. કલાલીમાં રૂ. 1.73 કરોડના ખર્ચે ભાગ-1 અને ભાગ-2માં રૂ. 61.67 લાખના ખર્ચે પાણીનું નેટવર્ક ઊભું કરવાની તેમજ સમા ઓજી વિસ્તાર માટે પણ રૂ. 1.47 કરોડના પાણીના નેટવર્કની કામગીરી કરવાની દરખાસ્ત સ્થાયી સમિતિએ મંજૂર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...