તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારણ હવે પાલિકાની તિજોરી પર:222 કરોડના બ્રિજ માટે સરકારે 120 કરોડ આપ્યા,હવે બાકીનું ભારણ પાલિકાના માથે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારે બજેટમાં ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના બ્રિજ માટે જોગવાઈ કરી હતી
  • ગુજરાત ફાઇનાન્સ બોર્ડે સ્વર્ણિમ યોજનાની ગ્રાન્ટ વાપરવા સંકેત આપ્યા

શહેરમાં ગેંડા સર્કલથી લઈને મનીષા ચોકડી સુધી સાડા ત્રણ કિલોમીટરની લંબાઈમાં બની રહેલા સૌથી લાંબા ફ્લાયઓવરના ખર્ચ માટે રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધી સુધી ટુકડે ટુકડે કરીને 120 કરોડ રૂપિયા આપવામાં અાવ્યા છે અને તેના બાકીની રકમના ખર્ચાનું ભારણ હવે પાલિકાની તિજોરી પર આવ્યું છે.

ગેંડા સર્કલ થી મનીષા ચોકડી સુધીના રોડ પર રૂ. 222 કરોડના ખર્ચે ફલાયઓવર બનાવવા માટે રાજ્ય સરકારે બજેટમાં જાહેરાત કરી હતી અને તેના આધારે 73 કરોડ રૂપિયાનો પ્રથમ હપ્તો પણ પાલિકાને ચૂકવ્યો હતો. જોકે આ હપ્તાની રકમ પૂરી થયા બાદ બીજા હપ્તાની રકમ ચૂકવવામાં વિલંબ થતાં આ ફ્લાયઓવરના નિર્માણની કામગીરી પર બ્રેક વાગી હતી અને કોરોના મહામારીમાં ખાસી અસર પડી હતી.

ફોર લેન આ ફલાય ઓવર માટે ગુજરાત ફાઇનાન્સ બોર્ડ દ્વારા પાલિકાને ટુકડે ટુકડે કરી 120 કરોડ રૂપિયા ચૂકવાયા છે, પરંતુ ફ્લાયઓવરની બાકીની કામગીરી માટે બીજી રકમ ફાઈનાન્સ બોર્ડ દ્વારા સ્વર્ણિમ યોજનાની ગ્રાન્ટમાંથી વાપરવા સંકેત આપી દેવામાં આવ્યો છે. કોરોનાકાળમાં પાલિકાની આર્થિક સ્થિતિ ડગમગી ગઈ છે અને વિકાસનાં કામોને બ્રેક વાગી ગઈ છે.

આ સંજોગોમાં 100 કરોડ રૂપિયાથી વધુનું ભારણ આ ફ્લાયઓવર માટે પાલિકા પર આવ્યું છે અને તેનાથી શહેરના વિકાસનાં કામો પણ અસર થશે તેવી દહેશત છે. આ સંજોગોમાં હવે જો સ્વર્ણિમ યોજનાની ગ્રાન્ટમાંથી બ્રિજનો બાકી ખર્ચ પાલિકા ઉઠાવશે તો આર્થિક હાલત વધુ કફોડી બની જશે તેવી શક્યતા નકારી શકાતી નથી.

સરકારે જ તમામ ખર્ચો આપવો જોઈએ
ગેંડા સર્કલવાળા બ્રિજનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકારે ઉઠાવી લેવો જોઈએ અને સ્વર્ણિમ યોજનાની ગ્રાન્ટમાંથી ખર્ચ કરવો જોઈએ નહીં કારણ કે તેના લીધે શહેરના વિકાસનાં બીજાં કામો અટકી જશે.ઓક્ટ્રોય ગ્રાંટ પણ 18% ના ગ્રોથ રેટ મુજબ આવતી નથી ત્યારે રાજ્ય સરકારે અગાઉ પોતાના બજેટમાં કરેલી જાહેરાત મુજબ બ્રિજના ખર્ચનું તમામ ચુકવણું કરવું જોઈએ તેવી રજૂઆત મુખ્યમંત્રીને કરી છે. > પુષ્પા વાઘેલા, કોર્પોરેટર, વૉર્ડ ન.1

અન્ય સમાચારો પણ છે...