તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:યુવતીના ભાઇને વિધર્મી પિતા-પુત્રે હુમલો કરીને ધમકી આપી

વડોદરા22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • છાણી વિસ્તારમાં યુવતીનો નંબર માગવાના મુદ્દે હુમલો
 • યુવતી 6 મહિના પહેલાં વિધર્મી યુવક સાથે જતી રહ્યા બાદ પરત આવતાં બંને પક્ષ વચ્ચે સમાધાન થયું હતું

શહેરના છાણી જકાતનાકા વિસ્તારમાં રહેતી યુવતીનો નંબર માગવાના મુદ્દે યુવતીના ભાઇએ બે વિધર્મી શખ્સની પૂછતાછ કરતાં ઉશ્કેરાયેલા વિધર્મી પિતા-પુત્રે યુવતીના ભાઇને માર માર્યો હતો. આ શખ્સો પૈકી એક જણાએ યુવતીની બહેનના ઘેર જઇને યુવતીનો નંબર માગ્યો હતો. જોકે બહેને નંબર આપવાનો ઇન્કાર કરતાં તેની સાથે પણ ગેરવર્તન કર્યું હતું. આ યુવતી 6 મહિના પહેલાં આ વિધર્મી યુવક સાથે જતી રહી હતી અને 4 મહિના બાદ ઘેર પરત ફરી હતી. ફતેગંજ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ આદરી હતી.

છાણી જકાતનાકા પાસે રહેતા યુવકે ગુરુનાનક ચિસ્તિયાનગરમાં રહેતા મોહમંદ નબી ઇસ્લામનબી પઠાણ તથા ઝુબેર મોહમંદનબી પઠાણ સામે ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે, તેની મોટી બહેન 6 મહિના પહેલાં ઝુબેર પઠાણ સાથે જતી રહી હતી અને 4 મહિના બાદ પરત આવી ગઇ હતી. બંને પક્ષે તે વખતે અંદરોઅંદર સમાધાન થયું હતું. ત્યારબાદ તેની બીજી બહેનના ઘેર ઝુબેર પઠાણ ગયો હતો અને યુવતીનો નંબર માગતો હોવાથી નાની બહેને મોટી બહેનનો નંબર આપવાની ના પાડી હતી અને તેની બહેન હાલ રાજસ્થાન હોવાનું જણાવ્યું હતું. જેથી ઝુબેર જતો રહ્યો હતો. ત્યારબાદ આ યુવક રાત્રે 9 વાગે તેની રિક્ષા લઇને ઘેર જતો હતો ત્યારે કનાક ચર્ચ ત્રણ રસ્તા પાસે ઝુબેર ઊભો હોવાથી યુવકે તું મારી બહેનનો નંબર કેમ માગતો હતો, તેમ પુછતાં ઝુબેરે ઉશ્કેરાઈ જઈ ઝઘડો કર્યો હતો. ત્યારબાદ ઝુબેરના પિતા મોહમંદ નબી પણ ત્યાં આવ્યા હતા અને બંનેએ ભેગા મળી યુવકને માર માર્યો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી. ફતેગંજ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો