દ્રઢ સંકલ્પ:યુવતીએ માંસ્લુ શિખર પાસે હિમ સ્ખલનો વચ્ચે 3 દિવસ વિતાવ્યા

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરની નિશાકુમારી માઇનસ 25થી 45 ડિગ્રીમાં 6700 મીટર ઊંચાઇએ ગઇ
  • માંસ્લુની ઊંચાઇ 8168 મીટર, એવરેસ્ટથી માત્ર 700 મીટર ઓછી છે

વાઘોડિયાના બાકરોલ ખાતે રહેતી એમએસસી થયેલી 29 વર્ષીય પર્વતારોહક નિશાકુમારીનો દ્રઢ સંકલ્પ વિશ્વના સૌથી ઉંચા શિખર માઉન્ટ એવરેસ્ટને સર કરવાનો છે. તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે તેણે હિમાલયના બરફાચ્છાદિત વિસ્તારમાં સાયકલિંગ સહિતની સાહસ યાત્રાઓમાં સતત જોડાઈને પોતાના શરીર અને મનને એવરેસ્ટના કઠિન અને પડકારભર્યા આરોહણ માટે તૈયાર કર્યાં છે. તેણે જણાવ્યુ હતું કે, ‘માંસ્લુની ઊંચાઈ 8168 મીટર છે જે એવરેસ્ટથી માત્ર 700 મીટર ઓછી છે.

અનરાધાર બરફ વર્ષા અને અતિ વિષમ વાતાવરણને લીધે ચોટીની ખૂબ સમીપ પહોંચીને લગભગ 1300 મીટર અંતર બાકી હતું ત્યારે આરોહણ પડતું મૂકવું પડ્યું. નિર્ણય દુઃખદ હતો.’ તેણે 6700 મીટરની ઊંચાઈએ તંબુમાં નિવાસ કરીને ત્રણ દિવસ સુધી વાતાવરણ સુધરવાની રાહ જોઈ હતી. તાપમાન માઈનાસ 25થી 45ની રેન્જમાં હતું.તોફાની પવનો વચ્ચે બરફ વર્ષા થતી હતી. શરીરનું કોઈ પણ અંગ જો ખુલ્લું રહી જાય તો હિમ દંશ નિશ્ચિત હતો.

અન્ય સમાચારો પણ છે...