તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાઇબર ક્રાઇમ:યુવતીએ જ મહિલાનું ફેક આઇડી બનાવી બિભત્સ ફોટો પોસ્ટ કર્યા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વિખવાદમાં બદલાની ભાવનાથી અમદાવાદની યુવતીનું કૃત્ય+
  • સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતાં LLBની વિદ્યાર્થિનીની ધરપકડ

આંતરીક વિખવાદના પગલે અમદાવાદની યુવતીએ બદલો લેવાની ભાવનાથી દૂરની સંબંધી મહિલાનું સોશિયલ મીડિયામાં ખોટું એકાઉન્ટ બનાવીને તેમાં પરિવાર માટે અસભ્ય પોસ્ટ કરતાં વડોદરા સાઇબર ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે અમદાવાદ રહેતી આરોપી યુવતીની ધરપકડ કરી લીધી હતી.

વડોદરા સાઇબર ક્રાઈમ બ્રાંચના જણાવ્યા અનુસાર, સાઇબર ક્રાઈમને એક મહિલાએ ફરિયાદ આપી હતી. જેમાં કોઈ અજાણ્યા આરોપીઓએ ફરિયાદીના નામનું સોશિયલ મીડિયામાં ફેક આઈડી બનાવીને તે આઈડીમાં તેમનો પ્રોફાઈલ ફોટો મૂકીને પરિવાર વિશે અસભ્ય ટીપ્પણીઓ લખી હતી. આ ફેક આઈડીમાં 23 થી 27 ફેબ્રુઆરી સુધીની અસભ્ય પોસ્ટ મૂકેલી હતી. સાઇબર ક્રાઈમ બ્રાંચે ફરિયાદીના પરિવારને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવા બાબતે અજાણ્યા વ્યક્તિ સામે 23 એપ્રિલના રોજ ગુનો દાખલ કર્યો હતો.

સાઇબર ક્રાઈમ બ્રાંચના પીઆઈ એન.કે.વ્યાસની તપાસ દરમિયાન સોશિયલ મીડિયામાં કરાયેલી પોસ્ટ તેમજ ટેક્નિકલ મદદથી પોસ્ટ કરનાર અમદાવાદની યુવતી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી સાઇબર ક્રાઈમ બ્રાંચની એક ટીમ અમદાવાદ રવાના થઈ હતી અને આરોપી નિધી આંગીરસભાઈ ઠાકર (ઉ.વ.25)ને પોલીસે ઝડપી લીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ફરિયાદી બહેન અને આરોપી દૂરના સગા થાય છે અને પરીવારમાં ડખા થતાં તેણે આ કૃત્ય કર્યું હતું. આરોપી નિધી ઠાકર (રહે. ન્યુ અલકાપાર્ક સોસાયટી, ઈસનપુર) એલએલબીના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...