તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શુભ નવ વર્ષ:શહેરને બે બગીચાની ભેટ

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગોત્રી-ભાયલીના બગીચા જોગિંગ ટ્રેક-ફિટનેસનાં સાધનોથી સજ્જ
શહેરના પશ્ચિમ વિસ્તારને પાલિકાએ બે બગીચાની ભેટ આપી છે અને તેને ખુલ્લા પણ મૂકી દેવાયા છે. પાલિકા દ્વારા ગોત્રી તળાવનું બ્યૂટિફિકેશન કરાયું છે. જ્યારે તળાવની આસપાસની જમીનમાં બગીચો બનાવી તેની શોભામાં અભિવૃદ્ધિ કરાઈ છે. 51,522 ચો. મીટરમાં બનેલા બગીચામાં લોન, વિવિધ પ્રકારના છોડ અને વૃક્ષોનું પ્લાન્ટેશન કરાયું છે. ઉપરાંત 250 મીટરનો જોગિંગ ટ્રેક, બાળકો માટે રમત ગમતનાં સાધનો તેમજ ફિઝિકલ ફિટનેસનાં સાધનો પણ મૂકાયાં છે. બગીચામાં ફુવારાે પણ રખાયો છે. 5.36 કરોડના ખર્ચે બનેલા બગીચાનો ખાસ કરીને ગોત્રી, લક્ષ્મીપુરા, હરિનગરના લોકોને લાભ મળશે. તેવી જ રીતે ભાયલીના ટીપી 1માં પણ 3200 ચોરસ મીટરમાં બગીચો બનાવાયો છે અને ત્યાં પણ 200 મીટરની જગા ટ્રેક માટે રખાઈ છે. 40.80 લાખના ખર્ચે તૈયાર થયેલ બગીચો ખુલ્લો મૂકાયો છે.

વડસર બ્રિજ પાસે સાઇકલ ટ્રેક બનાવાયો
વડસર બ્રિજ પાસે વર્ષો અગાઉ કચરાનો ઢગલો ગણાતી જગા પર ટ્રી મ્યૂઝિયમ બનાવાયું છે, જેની તેની ફરતે 41.50 લાખના ખર્ચે 785 મીટરની લંબાઇ અને 3.5 મીટર પહોળાઇનો સાઇકલ ટ્રેક બનાવાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો