બાકી લેણાની વસુલાત:ગેસ વિભાગે 34 જોડાણો બંધ કરી 10.15 લાખ વસૂલ્યાં

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાવપુરામાં જ 24 હજારના 2.75 કરોડ બાકી
  • રાવપુરા, કાગડીપોળ, મચ્છીપીઠમાં સપાટો બોલાવ્યો

શહેરમાં પાઈપ મારફતે ઘરગથ્થુ ગેસ પહોંચાડતી વડોદરા ગેસ લિમિટેડ દ્વારા મંગળવારથી રાવપુરા વિસ્તારની બાકી લેણાની વસુલાત માટે કડક કાર્યવાહી શરૂ કરી છે. જેમાં મંગળવારે રાવપુરાના 4 સ્થળોએ 34 જોડાણ બંધ કર્યા હતા અને રૂ. 10.15 લાખની વસુલાત કરી હતી.

વડોદરા ગેસ લિમિટેડની ટીમે રાવપુરા વિસ્તારમાં બાકી બીલના લેણાની વસુલાત શરૂ કરી છે. જેમાં 24 હજારથી વધુ ગેસ કનેક્શનના રૂ. 2.75 કરોડની બાકી વસુલાત છે. મંગળવારે ગેસ વિભાગની વિવિધ ટીમોએ રાવપુરા કાપડીપોળ, સર્વન્ટ ટેકરા, જુના રેડિયો સ્ટેશન અને મચ્છીપીઠના બાકી બીલની વસુલાત માટે ટીમો પહોંચી હતી.

પાલિકાની ટીમના પગલે ભારે દોડધામ સાથે ગભરાટનો માહોલ ફેલાયો હતો. ટીમોએ બિલ ન ભરનાર 34 ગેસના જોડાણોને બંધ કર્યા હતા. જ્યારે 10.15 લાખના બાકી બીલની વસુલાત કરી હતી. ઉલ્લેખનીય છે કે હાલમાં ગેસ વિભાગે માત્ર રાવપુરા વિસ્તારમાં બીલની વસુલાત શરૂ કરી છે. આગામી દિવસમાં શહેરના અન્ય વિસ્તારમાં પણ બીલની વસુલાત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...