તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘટસ્ફોટ:સમલૈંગિકોની એપમાં ચેટ કરી એકાંત સ્થળે બોલાવી ટોળકી લૂંટ કરતી હતી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસ અગ્રણીને અણખોલ પાસે બોલાવી ગોંધી રાખીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું
  • મોટાભાગના લોકો શરમના લીધે ફરિયાદ કરવાનું ટાળતા : 2 આરોપી પકડાયા

પાલિકાની ચૂંટણી લડી ચૂકેલા કોંગ્રેસ અગ્રણી કમ બિલ્ડરને 3 યુવકોએ મેસેજ કરી વાઘોડિયા પાસે જમીન જોવા બોલાવી 7 કલાક સુધી ગોંધી રાખી માર મારી કઢંગી હાલતમાં ફોટા પાડી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. તે પછી ફોટા વાઇરલ કરવાની ધમકી આપી 50 હજારની માગણી કરી હતી. પોલીસે શહેરના 2 શખ્સોની ધરપકડ કરી હતી. કારેલીબાગના પાલિકાની ચૂંટણી લડેલા કોંગ્રેસી, જમીન દલાલ કમ બિલ્ડરે મોબાઇલમાં બ્લ્યૂ ગે ક્લબ હાઉસ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી.

ત્યારબાદ ગ્રૂપમાં મેસેજ આવ્યો હતો અને એક શખ્સે તેમને જણાવ્યું હતું કે, અણખોલમાં રોડ ટચ જમીન વેચવી છે. જમીન જોવા માટે તેણે અણખોલ બોલાવી લૂંટી લીધા હતા. વાઘોડિયા પોલીસે અજય રાજુ ઠાકોર (રહે. કિશનવાડી) અને રાકેશ રામદેવ કનોજિયા (રહે. પાણીગેટ)ની ધરપકડ કરી ફરાર અક્ષયની શોધખોળ હાથ ધરી છે. બંને સમલૈંગિકો માટેની ખાસ એપમાં જોડાયેલા હતા, જે લોકો તેમાં જોડાય તેમની સાથે વાતચીત કરી એકાંત માણવા ની લાલચ આપી બોલાવી તેમને લૂંટી લેતા હતા. લૂંટાયેલા લોકો શરમથી ફરિયાદ કરતા ન હતા, જેથી તેઓ બચી જતા હતા.

દોઢ માસથી સક્રિય ટોળીના મોબાઇલમાં 5 વીડિયો મળતાં પોલીસ પણ ચોંકી ગઇ
આ બનાવમાં અજય ઠાકોર અને રાકેશ કનોજિયાનો કોરોના ટેસ્ટ કરાવી રવિવારે ધરપકડ કરી રિમાન્ડની તજવીજ કરાઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે, આ ટોળકી છેલ્લા દોઢ માસથી સક્રિય થઇ હતી અને આ રીતે લૂંટ કરતી હતી. તેમી પાસેથી મળેલા 1 મોબાઇલમાં 5 વીડિયો મળ્યા હતા. આ વીડિયોમાં કઈ વ્યક્તિ છે તે માત્ર ફરાર અક્ષય જાણતો હતો.

પૈસા ચૂકતે થયા છે તેવો વીડિયો પણ બનાવતા
આ ટોળકી જે તે વ્યક્તિને એપ્લિકેશન દ્વારા સંપર્ક કરી કોઇ પણ બહાને એકાંતમાં બોલાવતા હતા અને 2 જણા અગાઉથી જ ત્યાં સંતાઇને રહેતા હતા. કોઇ વ્યક્તિ આવે તો તેને માર મારી કઢંગી હાલતના વીડિયો ઉપરાંત ત્રિપુટી વધુ એક વીડિયો બનાવતી હતી, જેમાં જે તે વ્યક્તિ મારા બાકી નીકળતા પૈસા ચૂકવાઇ ગયા છે, તેમ કહેતો વીડિયો બનાવાતો.

અન્ય સમાચારો પણ છે...