રાજકારણ:ગાંધી પરિવારની આ છેલ્લી ચૂંટણી આવતી વખતે અસ્તિત્વ નહીં હોય

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડોદરા આવેલા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તાના કોંગ્રેસ પર ચાબખા
  • ચૂંટણી કમિશનરની​​​​​​​ નિમણૂક અંગે પ્રશ્ન પૂછાતાં સંબિત પાત્રાએ મૌન સેવ્યું

વડોદરા આવેલા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ ગાંધી પરિવારની આ છેલ્લી ચૂંટણી છે અને આગામી ચૂંટણીમાં આ પક્ષનું અસ્તિત્વ નહિ હોય તેમ કહી કોંગ્રેસને આડે હાથ લીધી હતી. પીઓકે મુદ્દે આર્મીના નિવેદનનો વિરોધ કરનારા આગામી સમયમાં ભાજપ તોડો યાત્રામાં દેખાશે. જ્યારે ચૂંટણી કમિશનરની નિમણૂક મામલે પ્રશ્ન પૂછાતાં સંબિત પાત્રાએ મૌન સેવી લીધું હતું. ડો.સંબિત પાત્રાએ કહ્યું કે, પીઓકે સંદર્ભે આર્મીએ આપેલા નિવેદનનો કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ આર્મી પર સવાલો ઉઠાવ્યા હતા.

તેઓએ સર્જિકલ સ્ટ્રાઇક મુદ્દે પુરાવા માગ્યા હતા. સર્જિકલ સ્ટ્રાઇકને રાહુલ ગાંધી ખૂનની દલાલી કહેતા હતા. જે લોકો સેનાનો વિરોધ કરે છે તેઓ ટૂંક સમયમાં રાહુલ ગાંધીની ભારત છોડો યાત્રામાં જોવા મળશે.વડાપ્રધાન સતત પરિશ્રમ કરી ગુજરાતની ચૂંટણીમાં મેહનત કરી રહ્યા છે. જ્યારે કોંગ્રેસમાં બધા આરામ કરી રહ્યા છે. રાહુલ ગાંધી પસીનો વહાવવા માગતા નથી અને મહેનત નથી કરતા એટલે પીએમ બનતા નથી. સત્યેન્દ્ર જૈનનો માલિશ અંગેના વીડિયો અંગે કહ્યું કે, કેજરીવાલ રેપિસ્ટને ફિજિયોથેરાપિસ્ટ કહે છે તે શરમજનક છે.

1995 પહેલાં રાજ્યમાં ગુંડારાજ હતું
સંબિત પાત્રાએ 1995 પહેલાંના કોંગ્રેસના શાસન સામે સવાલો ઉઠાવી કહ્યું હતું કે, 1995 પહેલાં ગુજરાતમાં ગુંડા અને દાદારાજ હતું. આજે ફક્ત સોમનાથ દાદા અને હનુમાન દાદાનું રાજ ચાલે છે.

જ્યાં ભ્રષ્ટાચાર હોય ત્યાં કોંગ્રેસ હોય
સુરતમાં 75 લાખ પકડાવાના મુદ્દે સંબિત પાત્રાએ જણાવ્યું કે, મને જાણવા મળ્યું છે કે, એમાં કોંગ્રેસનો હાથ છે. અશોક ગેહલોતનો માણસ છે. જ્યાં ભ્રષ્ટાચાર હોય ત્યાં કોંગ્રેસ હોય છે.

અન્ય સમાચારો પણ છે...