તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મૃતદેહ મેનેજમેન્ટ:શહેરથી 12 કિમી દૂર કમલાપુરામાં 17 ચિતાઓ ઊભી કરી અંતિમવિધિ શરૂ

વડોદરા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
કમલાપુરામાં 17 ચિતા તૈયાર કરી પારુલ-ધીરજ સહિત જિલ્લાની હોસ્પિટલોની લાશની અંતિમવિધિ થાય છે. - Divya Bhaskar
કમલાપુરામાં 17 ચિતા તૈયાર કરી પારુલ-ધીરજ સહિત જિલ્લાની હોસ્પિટલોની લાશની અંતિમવિધિ થાય છે.
 • શહેરનાં સ્મશાનો પરનું ભારણ ઘટાડવા તંત્રનું ‘મૃતદેહ મેનેજમેન્ટ’

કોરોનાનો મૃત્યુઆંક વધતાં શહેરનાં 24 સ્મશાનોમાં 55 ચિતા કાર્યરત કરાઈ હતી. જોકે સ્મશાનોનું ભારણ ઘટાડવા શહેરથી 12 કિમી દૂર કમલાપુરા ગામે તાબડતોબ 17 ચિતા ઊભી કરાઈ છે. શહેરમાં રોજ 250થી વધુ લોકોની કોવિડ પ્રોટોકોલથી અંતિમવિધિ કરાય છે. અગાઉ 4 સ્મશાનમાં કોવિડના મૃતદેહોની અંતિમવિધિ કરાતી હતી, જ્યારે હાલમાં 24 સ્મશાનોમાં અંતિમવિધિ કરાય છે.

હવે ડેડબોડી મેનેજમેન્ટના ભાગરૂપે શહેરની બહાર આવેલા કમલાપુરા ગામે 17 ચિતાનું સ્મશાન ઊભું કરાયંુ છે. જ્યાં પારુલ અને ધીરજ હોસ્પિટલ સહિત જિલ્લાની હોસ્પિટલમાંથી આવતા મૃતદેહોની અંતિમવિધિ કરાતી હોવાનું અધિકારીએ જણાવ્યું છે. જોકે વધતા મૃત્યુઆંકને ધ્યાનમાં રાખી સ્મશાનોનું ભારણ ઘટાડવા આ સ્મશાન ઊભું કરાયું હોવાની ચર્ચા છે.

હકીકત છુપાવવા માટે ફોટો પાડવાની મનાઈ
કમલાપુરામાં યુદ્ધના ધોરણે ઊભા કરાયેલા સ્મશાનમાં મીડિયાને કવરેજ કરતાં રોકાય છે. મૃત્યુના આંકડા છુપાવવા ઊભા કરાયેલા સ્મશાનમાં ફોટા પાડતાં પહેલાં ત્યાં ફરજ બજાવતા વાઘોડિયા પોલીસ અને અજાણ્યા લોકો દ્વારા પરમિશન લેવાનું કહેવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો