તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દિવાળીએ વહેલી સવારે મહી નદી જ્યાં દરિયાને મળે છે તે સારોદથી 20 કિમી અંદરના ભાગે પહેલીવાર કિલોમીટરો સુધી ફીણવાળુ પાણી જોવા મળતા મહીકાંઠાના 10થી વધુ ગામોના ગ્રામજનો નવાઇમાં પડી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ જીપીસીબીના અધિકારીઓ પણ પહોંચી ગયા હતા અને નદીના દુષિત થયેલા પાણીના સેમ્પલ લઇને ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવ્યાં હતા. અમાસની દરિયામાં ભરતી થયા બાદ ભરતીનું પાણી નદીમાં છેક 20 કિમી દૂર સુધી ઘૂસી આવ્યું હોય તેવી પ્રાથમિક શક્યતા છે. જોકે મહીની પેટા મીની નદીમાંથી પણ આ પ્રદુષણ આવ્યું હોય તેની શક્યતા પણ નકારી શકાય નહીં.
જીપીસીબીએ ડબકા પાસેથી પાણીના નમૂના લઇ ચકાસણી અર્થે મોકલ્યા
શનિવારે સવારે સારોદથી ડબકા, ઉમરાયા અને મુજપુર સુધીના વિસ્તારમાં નદીના અડધા ભાગમાં પાણી પર ફીણના ગોટેગોટા રેલાઇ આવેલા દેખાતા ગ્રામજનો આશ્ચર્ય પામી ગયા હતા. કારણ કે આટલે દૂર ઉમરાયા સુધી પીળુ ફીણ આટલી મોટી માત્રામાં પહેલીવાર જોવાયું હતું. આ બાબતની જાણ પર્યાવરણ સુરક્ષા સમિતિના રોહીત પ્રજાપતિને થતાં તેઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે જણાવ્યું કે, ‘સરકાર કે જીપીસીબીની ઉદ્યોગોનેે બીક લાગતી નથી તેથી પ્રદુષણ આડેધડ કરી રહ્યાં છે. સુપ્રિમના ચુકાદાઓ પણ ઘોળીને પી જાય છે.
આજે નદીમાં નહાવાની વાત તો બાજુએ રહી લોકોને નદીમાં ઉતરવાનો ડર લાગતો હતો.’ આ ફીણવાળુ પાણી આ વિસ્તાર સુધી આવી ગયું તે સ્થિતિ કેટલી ગંભીર બની છે. તે સૂચવે છે. આ વિસ્તારના ભૂગર્ભજળ પહેલાથી જ પ્રદુષિત થઇ ચૂક્યાં છે. ઉલ્લેખનીય છે કે, વડોદરા નંદેસરી અને પાદરાના ઉદ્યોગો એન્વાયરો ચેનલમાં પાણી ઠાલવે છે અને આ ચેનલ(નહેર)માં પણ ગાબડા પડ્યા હોવાથી પાણી લિકેજ થાય છે. જેને લીધે પણ ભૂગર્ભજળની સ્થિતિ ગંભીર બની છે. જીપીસીબીની આ વિસ્તારમાં વોચ નબળી હોવાને લીધે આટલી ગંભીર બાબત બની ગઇ છતાં પણ તેનો અંદાજ આવ્યો નહીં. આ વિશે જીપીસીબીના પ્રાદેશિક અધિકારીનો સંપર્ક થઇ શક્યો ન હતો. જીપીસીબીએ તપાસ હાથ ધરી છે.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.