તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠંડીનો પલટવાર:ઠંડીનો પારો 12.8 ડિગ્રીએ પહોંચ્યો

વડોદરા23 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ઉત્તર તરફના પવનો ફૂંકાતા અસર વર્તાઇ
 • આજે પારો 12થી 13 ડિગ્રી રહેવાની શક્યતા

ફેબ્રુઆરી મહિનામાં ઠંડીનો ચમકારો યથાવત્ રહેવા પામ્યો હતો. શનિવારે લઘુતમ તાપમાનનો પારો 12.8 ડિગ્રી નોંધાયો હતો. છેલ્લા 2 દિવસથી ઠંડીમાં વધારો નોંધાયો છે. ગુરુવારના રોજ લઘુતમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું હતું અને હવાની ગતિ 6 કિમીની નોંધાઇ હતી. જ્યારે શુક્રવારે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ઠંડીનો ચમકારો વધી ગયો હતો. ઉત્તર તરફથી ફૂંકાતા ઠંડા પવનોના કારણે ઠંડીમાં વધારો થયો હતો.

શુક્રવારે લઘુતમ તાપમાન 13.6 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે પવનની ગતિ 9 કિમીની નોંધાઇ હતી, જેના કારણે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. જ્યારે શનિવારે લઘુતમ તાપમાન ઘટીને 12.8 ડિગ્રી પર પહોંચી ગયું હતું. રવિવારે ઠંડીનો પારો 12 થી 13 ડિગ્રી વચ્ચે નોંધાય તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ મહિનામાં ઠંડી યથાવત્ રહે તેવી સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો