બૂલેટ ટ્રેનની કામગીરી શરૂ:બૂલેટ ટ્રેનના 8 કિમી રૂટ માટે મે મહિનાના અંતમાં પાયા ખોદાશે, સોઇલ ટેસ્ટિંગ શરૂ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
શહેરના સાત નંબરના પ્લેટફોર્મને સમથળ કરવામાં આવ્યું હતું. - Divya Bhaskar
શહેરના સાત નંબરના પ્લેટફોર્મને સમથળ કરવામાં આવ્યું હતું.
  • વડોદરા ખાતે એલાઇન્મેન્ટ બદલાતાં નવા આયોજનમાં સમય વેડફાયા બાદ કામગીરીનો પ્રારંભ

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વડોદરા ખાતે એલાઇન્મેન્ટ બદલાતા વડોદરા શહેરની અંદર ના 8 કિલોમીટરનું ટેન્ડર મંજુર કરવામાં અને સમગ્ર બદલાવ કરવામાં ખૂબ જ વિલંબ થયો હતો ત્યારે હવે ફરી એક વખત વડોદરા શહેરના બુલેટ ટ્રેનના સ્ટેશન અને રૂટની કામગીરી શરૂ કરાઇ છે. આગામી મે મહિનાના અંતથી પાઇલીંગની કામગીરી શરૂ કરવામાં આવશે આ સાથે જ બુલેટ ટ્રેનના સ્ટેશનની કામગીરીના પાયા ખોદવાની પણ શરૂઆત થશે.

વડોદરા શહેરના આઠ કિલોમીટરના સિવિલ કામના સિવાય સી/5 પ્રોજેક્ટ 2500 કરોડના ખર્ચે તૈયાર થવાનું છે. અગાઉ વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર સાત થી છ તરફ સિંગલ ગડર થી બુલેટની દિશા બદલવાની હતી જેમાં લાંબો સમય લાગવાનો હોવાથી તેમજ એરપોર્ટની મંજૂરીનો પણ પ્રશ્ન અને મોંઘો ખર્ચો થતો હોવાથી એલાઈમેન્ટ બદલવાનો નિર્ણય કરાયો હતો. જેને પગલે નવું આયોજન હાથ ધરાતા સમય વેડફાયો હતો.

હવે બુલેટ ટ્રેનના આ ટેન્ડરની કામગીરી હાથ ધરાઇ છે અને સોઈલ ટેસ્ટીંગ નું કામ શરૂ થયું છે જે બે મહિનામાં પૂર્ણ થશે. બુલેટ ટ્રેનના અધિકારીઓ દ્વારા જાણવા મળ્યા મુજબ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર સાત ની સામે મલ્ટી મોડ પાર્કિંગ બનશે પરંતુ તે માટે રાજ્ય સરકારની મંજૂરી બાકી છે. સમગ્ર પ્રોજેક્ટ નો સમય ચાર વર્ષ એટલે એપ્રિલ 2026 સુધીનો છે.

2 હજાર કરોડની બચતની આશા
વડોદરા રેલવે સ્ટેશન પાસે બુલેટ ટ્રેનનું એલાઈમેન્ટ બદલાતા નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશનને રૂા. 2 હજાર કરોડની બચત થશે તેમ અગાઉ બુલેટ ટ્રેનના સત્તાધીશોએ જણાવ્યું હતું કે અગાઉ આ સમગ્ર પ્રોજેક્ટ 4500 કરોડનો હતો, હવે તે માત્ર 2500 કરોડમાં પૂર્ણ થશે.

અન્ય સમાચારો પણ છે...