તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યાદવાસ્થળી:ભાજપના પૂર્વ ધારાસભ્ય ઢોલારનો બળવો કોંગ્રેસે ટિકિટની વહેંચણીમાં મોંઢું સંતાડ્યું

વડોદરા21 દિવસ પહેલા
 • કૉપી લિંક
ભાજપના ગોકળ પટેલ રડી પડ્યા. - Divya Bhaskar
ભાજપના ગોકળ પટેલ રડી પડ્યા.
 • પત્નીને ટિકિટ ન મળતાં શિનોરના પૂર્વ ભાજપ પ્રમુખને ડૂમો ભરાયો
 • પૂર્વ ધારાસભ્યના પુત્રે અપક્ષ ફોર્મ ભર્યું,બીજા ચારને પણ ભરાવડાવ્યું

જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપંચાયતની ચૂંટણીમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ટિકિટોને લઇને ઘમાસાણ મચ્યું હતું.કોંગ્રેસ અંતિમ ઘડી સુધી ઉમેદવારો જાહેર ન કરી શકતા કાયર્કરોથી મોઢુ સંતાડવુ પડે તેવો ઘાટ સર્જાયો હતો. કોંગ્રેસે ઉમેદવારોને ફોન કરી જાણ કરી હતી જ્યારે ટિકિટના મુદે ભાજપમાં 3 તાલુકામાં બળવો થયો હતો. ડભોઇ ભાજપના પૂર્વ ધારાસભ્ય ઢોલારે બળવો પોકાર્યો હતો.

ગત વિધાનસભાની ચૂંટણી બાદ કોરણે મુકાઈ ગયેલા ડભોઈના પૂર્વ ધારાસભ્ય બાળકૃષ્ણ પટેલ (ઢોલાર)એ પુત્ર સહજાનંદ પટેલની ભાજપમાંથી ટિકિટ માંગી હતી.જે નહી મળતાં પિતાએ પુત્રને ડભોઈની સીમલિયા જિલ્લા પંચાયતની બેઠક પર અપક્ષ ફોર્મ ભરાવડાવ્યું હતું. આ ઉપરાંત ઢોલારે સીમલીયા 4 તાલુકા પંચાયત બેઠકો માટે 4 અપક્ષ ઉમેદવારો પણ ઉભા કરતા રાજકારણ ગરમાયું છે. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે, પક્ષે માજી ધારાસભ્યને ઘણું બધુ આપ્યું છે, તેમનું સન્માન જાળવ્યું છે. ત્યારે તેઓએ આ ભુલ ન કરવી જોઈએ.

હજુ સમય છે પાર્ટી લાઈનમાં રહો તો વધારે સારૂ તેમ તેમણે ઉમેર્યું હતું. ઉલ્લેખનિય છે કે, બાલકૃષ્ણ ઢોલાર હાલ કોઈ સંગઠનનો હોદ્દો ધરાવતા નથી જેથી તેમને પોતાના પુત્ર માટે પણસોલી બેઠક ઉપર જિલ્લા પંચાયતની ટિકિટ ભાજપ પાસેથી માંગી હતી. પરંતું પક્ષે તેમના પુત્રની ટિકિટ કાપી હતી. શિનોરના પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ ગોકળભાઈ પટેલની પત્નીને ટિકિટ ન મળતાંતેઓ રડી પડયા હતા. તેમણે જણાવ્યું હતું કે, હું 35 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલો છું.મારી પાયાના કાર્યકર તરીકે અવગણના થઈ છે, મારી પત્નિ સ્મિતાબેનની શિનોર જિલ્લા પંચાયતની સીટ પરથી ટિકિટ કાપતા અપક્ષ તરીકે ફોર્મ ભર્યું છે.

આજ કાલમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યાં તેમને સંગઠને ટિકિટ આપી, પાયાના કાર્યકરોને ટિકિટ નથી મળી પાર્ટી પરિણામ ભોગવશે., ગોકળભાઇ પટેલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો