તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લા પંચાયતની ચૂંટણી:માજી ધારાસભ્યે બાંયો ચઢાવી, હવે તો પાર્ટીને શક્તિ બતાવવાનો સમય

વડોદરા18 દિવસ પહેલા
 • કૉપી લિંક
બાલકૃષ્ણ ઢોલારની નરેન્દ્ર મોદી સાથેની ફાઇલ તસવીર. - Divya Bhaskar
બાલકૃષ્ણ ઢોલારની નરેન્દ્ર મોદી સાથેની ફાઇલ તસવીર.
 • મધુ શ્રીવાસ્તવ બાદ હવે પૂર્વ ધારાસભ્ય પણ અસંતુષ્ટોની યાદીમાં
 • મારો કોઈ પણ ઉમેદવાર ફોર્મ પાછું નહીં ખેંચે : બાલકૃષ્ણ ઢોલાર

ડભોઈના માજી ધારાસભ્ય બાળકૃષ્ણ પટેલ (ઢોલાર)ના પુત્રને ભાજપમાંથી જિલ્લા પંચાયતની ટિકિટ ન મળતાં તેમણે બળવો પોકારીને પુત્ર સહિત ટીમના 4 ઉમેદવારોને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સીટો પર અપક્ષ ઊભા રાખ્યા છે. માજી ધારાસભ્યે પુત્રને ટિકિટ ન મળતાં પક્ષ સામે નારાજગી ન હોવાનું જણાવ્યું હતું, પરંતુ પાર્ટીને પોતાની શક્તિ બતાવવા માટે પુત્ર સહિતની ટીમ અપક્ષ તરીકે પોતાનું ફોર્મ પરત નહીં ખેંચે તેવું સ્પષ્ટ જણાવ્યું હતું.

બાળકૃષ્ણ પટેલે જણાવ્યું હતું કે, મારા પુત્ર સહજાનંદને ભાજપમાંથી ટિકિટ ન મળી તેની સામે મને કોઈ નારાજગી નથી, કારણ કે, હવે તેણે અપક્ષમાંથી ફોર્મ ભર્યું છે. જેથી નારાજગી રાખીને પણ શું કામ છે. હવે તો પાર્ટીને પોતાની શક્તિ બતાવવાનો વારો આવ્યો છે. હું જમીન પર ચાલનાર વ્યક્તિ છું, લોકો માટે કામ કરું છું અને અનેક કાર્યકર્તાઓ મારી સાથે છે.

દીકરા સહિત 5 ઉમેદવારોના અપક્ષ ભરાયેલાં ફોર્મ પાછાં ખેંચવાં માટે ભાજપ મોવડી મંડળ તરફથી કોઈ પ્રેશર કરાયું છે કે કેમ તેવા સવાલના જવાબમાં માજી ધારાસભ્યે જણાવ્યું હતું કે, પાર્ટીમાંથી મને કોણ દબાણ કરવાનું. અને આ મારી અંગત વાત છે. મારે આ બાબતે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ભૂતકાળમાં કેતન ઈનામદાર, મધુ શ્રીવાસ્તવ, દિનુમામાએ ક્યારેય પણ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું નથી તો મારો પુત્ર અને મારી ટીમના મેમ્બર અપક્ષ તરીકે પોતાનું ફોર્મ ક્યારેય પરત નહીં ખેંચે. ડભોઈમાં તો અનેક અસંતુષ્ટોએ અપક્ષમાં ફોર્મ ભર્યાં છે, જેથી પાર્ટી અંગે મને કોઈ ચિંતા નથી.

બાળકૃષ્ણ ઢોલારના દીકરા સહજાનંદને ભાજપમાંથી ટિકિટ ન મળતાં તેમને ડભોઈની સીમલિયા જિલ્લા પંચાયત બેઠક પરથી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. આ ઉપરાંત માજી ધારાસભ્યે પોતાના 4 વ્યક્તિને પણ ચાર તાલુકા પંચાયત સીટોમાં અપક્ષ તરીકે ઊભા રાખ્યા છે.

પ્રજા પણ પાર્ટીને પોતાની તાકાત બતાવશે :ઢોલાર
ડભોઈના માજી ધારાસભ્ય બાળકૃષ્ણ ઢોલારે જણાવ્યું હતું કે, મારા સમયમાં મેં 1425 કરોડના કામો કર્યાં છે. આ તમામ કામોના હિસાબ ગામેગામ આપ્યાં છે. જેથી આજે પ્રજા પણ મારી સાથે છે. હું કોઈ સંગઠનમાં હોદ્દો ધરાવતો નથી. કોઈ સત્તા પર પણ નથી. બીજી બાજુ પાર્ટી એક ધારાસભ્યના પુત્રને ટિકિટ આપે છે અને બીજી તરફ મારા દિકરાને અન્યાય કરે છે, તે ખોટું થયું છે. હવે પાંચ તાલુકા પંચાયતની પ્રજા પાર્ટીને પોતાની તાકાત બતાવશે.

માજી ધારાસભ્યે આ પ્રકારે ભૂલ ન કરવી જોઈએ : સોટ્ટા
​​​​​​​માજી ધારાસભ્યના પુત્રે અપક્ષ ફોર્મ ભરતાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ જણાવ્યું હતું કે, પક્ષે માજી ધારાસભ્યનું સન્માન જાળવી તેમને પાર્ટીના પ્રમુખ બનાવ્યા હતા, તેમણે આ ભૂલ ન કરવી જોઈએ. જો તેઓ પક્ષનો અનાદર કરીને તેમના પુત્ર માટે અપક્ષ ચૂંટણી લડશે તો અમારે ઉપર સુધી રજૂઆત કરવી પડશે. હવે માજી ધારાસભ્ય અને ચાલુ ધારાસભ્ય ચૂંટણીના મેદાનમાં સામસામે આવી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો