તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અન્નસેવા:15 યુવકોએ શરૂ કરેલી અન્નસેવામાં 200 સેવાભાવી લોકો અને 10 સંસ્થા જોડાઈ

વડોદરા14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઈન્દ્રપ્રસ્થ યુવક મંડળની 56 દિવસથી કોરોના દર્દી-સગા માટે અન્નસેવા

કોરોનાથી સંક્રમિત થઈ હોમ આઈસોલેટમાં રહેતા વૃદ્ધો સહિતના નાગરિકો માટે ઈન્દ્રપ્રસ્થ યુવક મંડળે 56 દિવસથી અવિરતપણે અન્નસેવા ચાલુ રાખી છે. માત્ર 15 યુવકો દ્વારા શરૂ કરાયેલી આ અન્નસેવામાં 200થી વધુ સેવાભાવી લોકો અને 10 જેટલી સંસ્થા જોડાઈ છે. આ સેવા અવિરત ચાલુ રહે તે માટે સંસ્થાઓ અને લોકોએ અમુક ટિફિનની જવાબદારી પણ પોતાના શિરે લીધી છે. હાલ સંસ્થા 800 પરિવારના 1200 લોકોને સવાર-સાંજ ઘરે-ઘરે ટિફિન પહોંચાડી રહી છે.

ઈન્દ્રપ્રસ્થ યુવક મંડળના સભ્ય તરંગ શાહે જણાવ્યું હતું કે, કોરોનામાં જે વ્યક્તિ સંક્રમિત થઈ હોમ ક્વોરન્ટાઇન થયા હોય તેવા લોકોને જમવાની તકલીફ પડતી હોય છે. આવા લોકો માટે અમે ટિફિન સેવા શરૂ કરવાનું વિચાર્યું હતું. મંડળના 15 સભ્યોએ 8 માર્ચથી ટિફિન સેવા શરૂ કરી હતી, જેને હાલ 56 દિવસ પૂરા થઈ ગયા છે. હાલમાં 800 જેટલા પરિવારમાં હોમ ક્વોરન્ટાઇન થયેલા 1200 લોકોને ટિફિન પૂરાં પાડી રહ્યાં છે.

ઈન્દ્રપ્રસ્થ યુવક મંડળ સાથે ખડાયતા સમાજ, લક્ષ્મીનારાયણ મંદિર, મોર્નિંગ વોકર લેડીઝ ગ્રૂપ, નંદેસરી લાયન્સ ક્લબ, ટેક્સ કન્સલ્ટન્ટ જનક શાહ અને ગીતાબેન શાહ, અમેરિકાના ડો. ત્રિલોક પારેખ, રોટરી ક્લબ ઓફ કલાનગરી વગેરે જોડાયાં છે. કર્ફ્યૂને કારણે એસએસજી, ગોત્રી સહિતની હોસ્પિટલ બહાર રાતે દર્દીઓના સગાઓને ભોજન મળતું નથી. જેથી યુવક મંડળ દ્વારા આ દર્દીઓના સગાઓને પણ ટીફીન પુરૂ પાડવામાં આવી રહ્યું છે.

તરંગ શાહે વધુમાં જણાવ્યું કે, અત્યારે અમારે શહેરના 12 ઝોનમાં કુલ 800 ટીફીન જાય છે. અમે ટિફિનમાં રોજ અલગ-અલગ વસ્તુઓ આપીએ છીએ.જેમાં બે શાક, ત્રણ-ચાર રોટલી, દાળ-ભાતનો સમાવેશ થાય છે. જમવાનું બનાવવા માટે અમે એક ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો છે.

જ્યારે ટિફિન ઘરે-ઘરે પહોંચાડવા માટે અન્ય એજન્સીના 13 છોકરાઓને રોજના પગાર પર રાખ્યાં છે. અમે જે ટિફિન બીજા દિવસે મોકલવાનું હોય તેનું લિસ્ટ આગલી રાતે જ તૈયાર કરી દઈએ છીએ.જેથી ટિફિન સેવામાં કોઈ અડચણ ઊભી થાય નહીં.

ટિફિનની સેવા માટે કોરોનાના ટેસ્ટનો રિપોર્ટ ફરજિયાત
યુવક મંડળે જણાવ્યું હતું કે, અમારા ધ્યાનમાં આવ્યું હતું કે, જે ઘરમાં માત્ર બે વ્યક્તિઓ જ સંક્રમિત થયા બાદ હોમ ક્વોરન્ટાઇન થયા હોય તેઓ 2ની જગ્યાએ 4 ટિફિન મગાવી રહ્યાં હતાં. જેથી અમે આરટીપીસીઆર ટેસ્ટના રિપોર્ટ લઈને જ ટિફિન આપવાનું શરૂ કર્યું છે. જેથી જેને ખરેખર જરૂર છે તેવા વ્યક્તિઓને ટિફિન સેવાનો લાભ મળી રહે.

ટિફિન સેવા માટે ક્યાં સંપર્ક કરી શકાય?
તરંગ શાહે જણાવ્યું હતું કે, હોમ ક્વોરન્ટાઇન થયેલા લોકોને સવાર-સાંજ ટિફિન જોઈતું હોય તો તેને 8780899424 નંબર પર મેસેજ કરો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો