તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્ર નિદ્રાંધિન:ન્યાયમંદિર ઇમારત માટે પાંચ ધારાસભ્યને ચિંતા પણ પાલિકા પાસે કચરો ઉઠાવવાનો સમય નથી

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નવચેતના ફોરમે મ્યુઝિયમ બનાવવા સહીઝુંબેશ કરી હતી

શહેરની મધ્યમાં આવેલી ઐતિહાસિક ન્યાય મંદિર માં સિટી મ્યુઝિયમ બનાવવા માટે સરકારે મંજૂરી આપી છે પણ પાલિકા તેને કચરાનું સંગ્રહાલય બનાવવાના મૂડમાં હોય તેમ લાગી રહ્યું છે. શહેરની મધ્યમાં ચાલતી કોર્ટને કારણે ટ્રાફિકની સમસ્યા હંમેશા સર્જાતી રહેતી હતી તેને ધ્યાનમાં રાખી બરોડા બાર એસો.ના પૂર્વ પ્રમુખ સ્વ. નરેન્દ્ર તિવારીએ કોર્ટનું સ્થળાંતર કરવા અંગે હાઇકોર્ટમાં અને રાજ્ય સરકારમાં અવારનવાર રજૂઆતો કરી હતી .સિટીમાંથી ન્યાયમંદિરમાંથી કોર્ટ નું સ્થળાંતર થઇ દિવાળીપુરા પાસે નવી ઇમારત માં કોર્ટો કાર્યરત થઈ ગઈ છે.

વડોદરાની મધ્યમાં આવેલા ન્યાયમંદિર ની ઈમારત કૈ. સયાજીરાવ ગાયકવાડ ના સમય માં બાંધવામાં આવેલી ઐતિહાસિક ઇમારત છે આ ઇમારતની જાળવણી કરવા માટે અને લોકોની માટે જોવાલાયક સ્થળ બની રહે તેને ધ્યાનમાં રાખી તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર અને હાલના ખાસ ફરજ પરના અધિકારી ડોક્ટર વિનોદ રાવે આ ઇમારતમાં સીટી મ્યુઝિયમ બનાવવા માટેના પ્રયત્નો શરૂ કર્યા હતા.

પરંતુ વિવિધ વિભાગોમાં સંકલનના અભાવને કારણે આજદિન સુધી સીટી મ્યુઝિયમ શરૂ થઈ શક્યું નથી ત્યારે છેલ્લા ઘણા સમયથી બંધ પડેલાં ન્યાય મંદિર સંકુલ ફરતે ખાણીપીણીની લારીઓ અને ગંદકીએ સામ્રાજ્ય ફેલાયું છે. રાજય સરકાર પાસે ટીમ વડોદરા ભાજપે ન્યાય મંદિર માં સિટી મ્યુઝિયમ બનાવવા માટે મંજૂરી માંગી હતી અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા જાય તેના માટે લીલીઝંડી પણ આપી છે. જોકે ન્યાય મંદિર ફરતે કચરાની સફાઇ કરવામાં પાલિકાનું તંત્ર ઉણું ઉતર્યું છે અને ગંધાતા કચરાને કારણે ન્યાય મંદિર નજીકથી પસાર થવું પણ ઘણી વખત અસહ્ય બની રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો