વડોદરા લવ-જેહાદ કેસ:પાટીદાર યુવતીની માતાએ કહ્યું, ‘દીકરીને પહેલીવાર બુરખામાં જોઈ હું ધ્રુજી ગઇ, તેની આંખોમાં ડર હતો’

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભોગ બનનાર યુવતીની તસવીર - Divya Bhaskar
ભોગ બનનાર યુવતીની તસવીર
  • મને ગર્વ છે કે નજરકેદ જેવી સ્થિતિ વચ્ચેથી દીકરી આખરે પરત ફરીઃ માતા

પ્રેમમાં ફસાવી બળજબરીથી ધર્મપરિવર્તન કરાવી નિકાહ કરી લેનાર મોહિબે મારી દીકરીને ચાર મહિના સુધી મને મળવા દીધી ન હતી. જયારે મેં તેને પોલીસ સ્ટેશનમાં બુરખામાં જોઇ ત્યારે હું ધ્રૂજી ઉઠી હતી. તેની માત્ર આંખો દેખાતી હતી. જેમાં ડર દેખાતો હતો તેમ પાટીદાર યુવતીની માતાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

દીકરીઓને સલાહ, ‘મોટી-મોટી વાતોમાં ફસાશો નહીં’
પુત્રીએ મોહિબ સાથે લગ્ન કરી લીધાની જાણ થતાં મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. 4 મહિના સુધી તો મને પુત્રીને મળવા દેવાઈ જ નહતી. પુત્રીને એક દિવસમાં 2 મિનિટ જ વાત કરવા દેવાતી હતી. મળવા આવે તો મોહિબ તેની સાથે જ રહેતો. મને જાણ થતી કે તેની પર અત્યાચાર થાય છે ત્યારે મને ઘણું દુઃખ થતું. મેં તેને અનેકવાર કહ્યું હતું કે તું આ કીચડમાંથી પાછી આવી જા. મને ગર્વ છે કે તે નજરકેદ જેવી સ્થિતિ વચ્ચે પણ તેની પુત્રીને લઈને બહાર આવી. સમાજની બીજી દિકરીઓને હું કહીશ કે આવા વિધર્મીઓ માત્ર મોટી મોટી વાતો કરશે જેમાં ફસાશો નહીં અને તમારા માતા પિતા, પરિવારને દુઃખી ન કરશો કારણ કે પુત્રીના ગયા બાદ પરિવાર માટે સ્થિતિ ખૂબ આઘાતજનક હોઈ છે.(યુવતીની માતા સાથે થયેલી વાતચીત અનુસાર )

‘મને હવે પાક્કી ખાતરી થઈ ગઇ કે આ લવ જેહાદ છે અને ષડયંત્ર પણ છે’
નિકાહ પછી મને કહેવાયું હતું કે હું હવે મુસલમાન છું, નમાઝ પઢવી પડશે અને ધર્મ પાડવો પડશે. પુત્રનું નામ શિવ રાખ્યું હતું. પરંતુ મોહિબ તેને નૂર મહંમદ કહીને જ બોલાવતો હતો. જ્યારે પુત્રને હનુમાન ચાલીસા સંભળાવતી હોઈ ત્યારે મોહિબ કહેતો કે આનાથી બાળક પર ખરાબ અસર થશે. મોહિબના ભાઈએ મારો હાથ પકડ્યો હતો ત્યારે મેં મોહિબને અંગે જાણ કરી. તો તેને મને કહ્યું હતું કે એ આપણું પૂરું કરે છે. મે પહેલા લવજેહાદ શબ્દ સાંભળ્યો હતો. પરંતુ હવે મને પાક્કી ખાતરી થઇ ગઇ છે કે આ લવજેહાદ જ છે. એક ષડયંત્ર છે. (ભોગ બનનાર યુવતી સાથે થયેલી વાતચીત અનુસાર)