નિર્ણય:છાત્રો માટે ધો.9થી 12ની પ્રથમ કસોટી મરજિયાત, સ્કૂલો પણ પેપર કાઢી શકશે

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ધોરણ 9 થી 12ની પ્રથમ કસોટી વિદ્યાર્થીઓ માટે ફરજિયાતને બદલે મરજિયાત રાખવા સહિત શાળા કક્ષાએ પ્રશ્નપત્રો તૈયાર કરી શકાય તે માટે બોર્ડે સંમતી આપી છે. શિક્ષણ મંત્રીને શાળા સંચાલકોની રજૂઆતો બાદ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

કોવિડ 19ની પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ 2021-22માં ધોરણ 12નું પ્રત્યક્ષ શિક્ષણ 15 જુલાઇથી અને ધોરણ 9 થી 11 માટે 26 જુલાઇથી શરૂ કરાયું હતું. સરકારની ગાઇડ લાઇન પ્રમાણે 50 ટકા વિદ્યાર્થીની હાજરી સાથે શાળાઓ શરૂ કરવામાં આવી હતી. જેના કારણે દરેક શાળાઓમાં અભ્યાસક્રમ એક સરખો ચાલ્યો ન હોય તેવી સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...