સમયમાં ફેરફાર:ધો.9-11ની પ્રથમ કસોટી સવારે 11 વાગે શરૂ થશે, 18મીથી ઓફલાઇન કસોટી

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ધો.10-12ની પરીક્ષા બપોરે 2 થી 5 સુધી લેવાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધો.9 થી 12 ની પ્રથમ કસોટી 18 ઓક્ટોબરથી લેવાની જાહેરાત કરી છે. આ પરીક્ષા સમગ્ર રાજ્યમાં એક સાથે એક જ સમયે લેવામાં આવે તે માટે બોર્ડ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો હતો. જેમાં ધો.9 અને 11ની પરીક્ષા સવારના સમયે લેવાની જાહેરાત કરાઈ હતી. જોકે, હવે બોર્ડ દ્વારા ધો.9 અને સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ આ પરીક્ષા સવારે 10-30 વાગ્યાથી 12-30 વાગ્યા દરમિયાન લેવામાં આવનાર હતી.

જોકે, હવે આ પરીક્ષા સવારના 11 વાગ્યાથી 1 વાગ્યા દરમિયાન લેવાશે. જ્યારે ધો.10 અને 12ની પરીક્ષા બપોરે 2 વાગ્યાથી 5 વાગ્યા દરમિયાન લેવામાં આવશે. શિક્ષણ બોર્ડ દ્વારા હવે ધો.9 અને 11ના પરીક્ષાના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. જે મુજબ હવે ધો.9 અને 11ની પ્રથમ કસોટી સવારે 11 વાગ્યાથી શરૂ થશે અને 1 વાગ્યે પૂર્ણ થશે. પરીક્ષાનો સમય અડધો ક્લાક મોડો રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...