નાગરિકોને લાભ થશે:સાવલી ખાતે બનેલો કાનપુર મેટ્રો ટ્રેનનો પહેલો સેટ ડિલિવર કરાયો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રેનથી ઉત્તરપ્રદેશમાં આશરે 50 લાખ નાગરિકોને લાભ થશે

ઉત્તર પ્રદેશ મેટ્રો રેલ કોર્પોરેશનને કાનપુર મેટ્રો માટે પ્રથમ ટ્રેન સેટ સોંપવાની કામગીરી પૂર્ણ કરાઇ છે. આ મેટ્રો ટ્રેનનો પ્રથમ સેટ વડોદરા નજીક સાવલી ખાતે આવેલી અલ્સ્ટોમ કંપની દ્વારા તૈયાર કરાયો હતો. આ ટ્રેનને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વાર યુપીએમસીના એમડી કેશવ કુમાર અને અલ્સ્ટોમના એમડી એલન સ્પોહરની ઉપસ્થિતિમાં અનાવરણ કરાયું હતું.

અંદાજે રૂપિયા 2051 કરોડની કિંમતના આગ્રા કાનપુર મેટ્રો પ્રોજેક્ટના સ્કોપમાં 201 મેટ્રો કાર અને અદ્યતન સિગ્નલ સોલ્યુશન ની ડિઝાઇન અને અરે નિર્માણ સામેલ છે. આ નવી મેટ્રો ટ્રેન થી આશરે 50 લાખ નાગરિકોને લાભ થશે તેમજ સામાજિક આર્થિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન મળી રહેશે. કંપનીના મેનેજિંગ ડાયરેક્ટ એલેન સ્પોહરે જણાવ્યું છે કે, કાનપુર મેટ્રો માટે અમે રેકોર્ડ સમયમાં પ્રથમ મેટ્રો ટ્રેન ડિલિવરી કરી રહ્યા છીએે. આ ટ્રેન મેટ્રો બોઘી- પ્રપોલ્શન સિસ્ટમથી સજ્જ છે .

અન્ય સમાચારો પણ છે...