તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:MSUમાં પ્રથમ સત્ર 160 અને બીજું સત્ર 152 દિવસનું રહેશે

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પ્રપોઝ્ડ એકેડેમિક કેલેન્ડર જાહેર: 7 જૂનથી પ્રથમ સત્ર શરૂ
  • 25 ઓક્ટોબરથી શરૂ થનાર દિવાળી વેકેશન 13 દિવસનું હશે

ગત વર્ષે લોકડાઉનને પગલે મ.સ. યુનિવર્સિટીનું સત્ર મોડું શરૂ થયું હતું. જેથી ચાલુ વર્ષે યુનિવર્સિટી દ્વારા વહેલી તકે સત્ર શરૂ કરવા તૈયારી શરૂ કરી છે જેના ભાગ રૂપે પ્રપોઝ્ડ અેકેડમિક કેલેન્ડર જાહેરાત કર્યું છે. યુનિવર્સિટીએ જાહેર કરેલા એકેડેમિક કેલેન્ડર પ્રમાણે 7 જૂનથી પ્રથમ સત્ર શરૂ થશે. જ્યારે 25 ઓક્ટોબરથી શરૂ થતું દિવાળી વેકેશન 13 દિવસનું રહેશે. પ્રથમ સત્ર 160 દિવસ અને બીજું સત્ર 152 દિવસનું રહેશે. સરકારે જાહેર કરેલા માસ પ્રમોશનના અમલ માટેનું નોટીફીકેશન જાહેર કરી દેવાયું છે. જેથી સત્ર સમયસર શરૂ થઇ શકશે.

વર્ષ 2021-22નું શૈક્ષણિક સત્ર સમયસર શરૂ થાય તે માટે મ.સ. યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા પ્રપોઝ્ડ એકેડેમિક કેલેન્ડર બહાર પડાયું છે. એકેડેમિક કેલેન્ડર અનુસાર પ્રથમ સત્ર 160 દિવસ અને બીજું સત્ર 152 દિવસ, જ્યારે દિવાળી વેકેશન 13 દિવસ તથા 40 દિવસના ઉનાળું વેકેશનની જાહેરાત કરાઈ છે. ટેક્નોલોજી અને પોલીટેક્નિક માટે પ્રથમ સત્ર 7 જૂનથી શરૂ થઇને 20 નવેમ્બર સુધીનું રહેશે. જેમાં વચ્ચે 25 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહશે. બીજું સત્ર 22 નવેમ્બરથી 16 એપ્રિલ સુધીનું રહશે. ટેકનીક કોર્સમાં 55 દિવસનું દિવાળી વેકેશન રહેશે.

યુનિ.એ જાહેર કરેલું શૈક્ષણિક કેલેન્ડર
સત્રનો સમયગાળોદિવસવીક
07-06 થી 27-11-2116023
દિવાળી વેકેશન
25-10થી 06-11-21132
બીજું સત્ર
29-11-થી 30-04-2215222
ઉનાળું વેકેશન
02-05-22 થી 11-06-22406
અન્ય સમાચારો પણ છે...