તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગ્રાહકોને આકર્ષવા સુવિધાઓથી ભરપૂર બનાવ્યા બાદ મેન્ટેનન્સ પેટે લેવાયેલા 33 લાખ પરત કરવા રિવેરા ગાર્ડન એન્ડ ફ્લોરેન્સ પ્રોજેક્ટના સંચાલકોને રેરા ઓથોરિટી દ્વારા આદેશ કરાયો છે.અટલાદરા કેનાલ રોડ પર પ્રથમ રિવેરા ગાર્ડન એન્ડ ફ્લોરેન્સ પ્રોજેક્ટ આવેલો છે, જેના સંચાલકોએ કાયમી મેન્ટેનન્સ પેટે ફ્લેટ ધારકો પાસેથી નાણાં વસૂલ કર્યાં હતાં, પરંતુ બ્રોશરમાં જણાવેલી સુવિધા ન અપાતાં વિવાદ થયો હતો. એટલું જ નહીં આ નાણાં ટાવર કો હાઉસિંગ સર્વિસ સોસાયટીમાં જમા ન કરાવતાં આખરે બિલ્ડર વિરુદ્ધ ગુજરાત રેરા ઓથોરિટીમાં ફરિયાદ કરાઈ હતી.
જેમાં સંચાલકોએ ટાવર જી અને ટાવર એફના 33 લાખ અને એક ટાવરના નહીં વેચાયેલા ફ્લેટના 1.80 લાખ ડિપોઝિટ જમા કરાવ્યા નથી અને તેની સાથે શહેરમાં આવેલી સુવિધાઓ પણ તૈયાર કરીને આપી ન હોવાનો આક્ષેપ કરાયો હતો. આ ફરિયાદના પગલે રેરા ઓથોરિટી તરફથી સુનાવણી રાખવામાં આવી હતી અને તેમાં સોસાયટી તરફથી ચંદ્રેશ ગોરટિયા અને ગૌરવ શાહ તો ડેવલપર તરફથી શોભિત શાહ હાજર રહ્યા હતા અને દલીલો કરી હતી.
આ દલીલો બાદ રેરા ઓથોરિટીએ આદેશ જારી કર્યો હતો અને તેમાં જણાવ્યું હતું કે, પ્રોજેક્ટના ડેવલપરે દરેક ફ્લેટ દીઠ રૂપિયા 30 હજાર મુજબ 110 ફ્લેટ માટે કુલ રૂા. 33 લાખ મેન્ટેનન્સ ડિપોઝિટ આ ઓર્ડરના 45 દિવસમાં સોસાયટીના બેંક એકાઉન્ટમાં જમા કરાવવાના રહેશે અને બાકીના 6 ફ્લેટ જેમ વેચાઈ જાય તેમ જમા કરાવવાના રહેશે.
વુડામાંથી પ્રમાણપત્રો લેવા ફરજિયાત
મેન્ટેનન્સ ફંડનાં નાણાં પ્રથમ રિવેરાના ડેવલપરે આપવા રેરાએ આદેશ કર્યો છે ત્યારે હવે તેની સાથે ડેવલપરે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવી કાર્યરત કરવાનો રહેશે, તેવી પણ સૂચના આપવામાં આવી છે. તે બાબતનું પ્રમાણપત્ર વુડામાંથી મેળવવાનું રહેશે. આ સિવાય ખાળકૂવો, ગંદા પાણીના નિકાલની સુવિધા પણ આપવાની રહેશે. ખાસ કરીને ફાયર સિસ્ટમમાં રહેલી ખામીઓ દૂર કરી તેનું સર્ટિફિકેટ મેળવવાની સાથે સમગ્ર કામગીરી હુકમના 3 મહિનામાં પૂરી કરવાની રહેશે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.