તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટુર્નામેન્ટ:આજે વડોદરા-ગુજરાત ટીમો વચ્ચે મુકાબલો થશે, કોટંબી ખાતે નવનિર્મિત વિકેટ પર જી-વન અંડર-19 ક્રિકેટ સ્પર્ધાની પ્રથમ મેચ રમાશે

વડોદરા21 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

આગામી 8થી 12મી ફેબ્રુઆરી સુધી કોટંબી ખાતે અંડર -19 વન-ડે જી-વન ક્રિકેટ ટુર્નામેન્ટ રમાશે,જેમાં વડોદરા,સૌરાષ્ટ્ર અને ગુજરાતની ટીમો ભાગ લેશે.જેના માટે બરોડા ક્રિકેટ એસોસીયેશન દ્વારા તડામાર તૈયારીઓ ચાલુ કરી દેવાઈ છે.સોમવારે પ્રથમ મુકાબલો વડોદરા અને ગુજરાત વચ્ચે થશે.

બીસીએના પ્રવકતા સત્યજિતસિંહ ગાયકવાડે જણાવ્યું હતું કે ‘8મી ફેબ્રુઆરી સોમવારના રોજ પહેલી મેચ વડોદરા અને ગુજરાત ટીમ વચ્ચે રમાશે. આ મેચ 50 ઓવરની વન-ડે રહેશે.પ્રથમ મેચ માટે વડોદરા અંડર -19 ટીમે પુરેપુરી તૈયારી કરી લીધી છે પ્રથમ મેચમાં વડોદરા ટીમ સારો દેખાવ કરવા માટે ખૂબ તત્પર છે.આ સ્પર્ધામાં વડોદરા,ગુજરાત અને સૌરાષ્ટ્રની ટીમો ભાગ લઈ રહી છે. કોટંબી ખાતે રમાનાર આ મેચ માટે બીસીએ દ્વારા પુરેપુરી તૈયારી કરવામાં આવી છે.સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટી-20 સ્પર્ધામાં વડોદરાની ટીમ ફાઇનલમાં પહોંચી હતી અને ઝળહળતો દેખાવ કરી સ્પર્ધામાં ઉપવિજેતા બની હતી.જી-વન સ્પર્ધામાં પણ બરોડા ટીમ પાસે મોટી આશાઓ રખાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો