તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રાન્સપોર્ટ:કલકત્તાની પ્રથમ ફ્લાઇટ અડધો કલાક વહેલી ઊડી

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરાથી પ્રથમ વખત કલકત્તા માટે શરૂ થયેલી ફ્લાઈટમાં મંગળવારે 104 મુસાફરો કલકત્તા થી આવ્યા હતા. જ્યારે 34 મુસાફરો કલકત્તા માટે ગયા હતા. સપ્તાહમાં ત્રણ દિવસ ચાલનાર આ ફ્લાઇટ મંગળવારે પહેલા દિવસે નિયત સમય કરતા વડોદરા એરપોર્ટ ઉપર વહેલી આવી હતી. જ્યારે પરત જવા માટે સવારે 10.40ના ટાઈમ કરતાં 30 મિનિટ વહેલી ઉપડી હતી. હાલ એક કલાક પહેલા મુસાફર આવી જતા હોય છે. જેથી કોઈ હાલાકી પડી નહોતી. પહેલા દિવસથી જ મુસાફરોની સંખ્યા નોંધપાત્ર રહી હતી.

અન્ય સમાચારો પણ છે...