આશ્ચર્જનક ઝડપ:1 મહિનામાં 1.19 લાખને રસીનો પ્રથમ ડોઝ, હવે 1 લાખ લોકો જ બાકી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રસીકરણના પહેલા ડોઝ માટે શહેર કોર્પોરેશન દ્વારા નાઈટ શેલ્ટરમાં રસી મૂકવાની શરૂઆત કરવામાં આવી હતી. - Divya Bhaskar
રસીકરણના પહેલા ડોઝ માટે શહેર કોર્પોરેશન દ્વારા નાઈટ શેલ્ટરમાં રસી મૂકવાની શરૂઆત કરવામાં આવી હતી.
  • દિવાળી સુધીમાં 100 ટકા લક્ષ્યાંક હાંસલ કરવા હવે ભિક્ષુકો અને શ્રમજીવીઓનું રસીકરણ
  • અત્યાર સુધી રોજના​​​​​​​ રસીકરણમાં બીજા ડોઝ લેનારની સંખ્યા વધુ રહેતી હતી, સપ્તાહથી ઊલટી ગંગા

સરકાર દ્વારા દિવાળી સુધીમાં રસીનો પ્રથમ ડોઝ તમામ લોકોને આપી દેવા માટેની સૂચના આપી છે. ત્યારે છેલ્લા સપ્તાહથી આશ્ચર્યજનક રીતે પ્રથમ ડોઝની સંખ્યામાં વધારો નોંધાયો છે. છેલ્લા એક મહિનામાં વડાપ્રધાનના જન્મ દિને અને અન્ય મેગા વેક્સિનેશન કેમ્પમાં 27 હજાર લોકોએ પ્રથમ ડોઝ લીધો હતો. જયારે છેલ્લા એક સપ્તાહમાં 50 હજારથી વધુ લોકોને પ્રથમ ડોઝ અપાયો છે. તેમાંય શનિવારે રસી લેનાર 17833 પૈકી 8500 પ્રથમ ડોઝનું રસીકરણ થયું હતું.

શહેરમાં ચાલી રહેલા વેક્સિનેશન 100 ટકાના લક્ષ્યાંક માટે હજુ પણ 1,00,759 લોકો બાકી છે. ગત 16 સપ્ટેમ્બર ના રોજ 12,89,113 લોકોએ પ્રથમ ડોઝ મુકાયો હતો જ્યારે 16 ઓક્ટોબરના રોજ 14,09,042 લોકોનું પ્રથમ ડોઝ નું રસીકરણ નોંધાયું હતું આ મુજબ એક મહિનામાં 1,19,929 લોકોને પ્રથમ ડોઝ મૂકવામાં આવ્યો હતો.

છેલ્લા એક સપ્તાહ અગાઉ સેકન્ડ ડોઝ લેનારની સંખ્યા વધારે હતી. જે અંગે આરોગ્ય વિભાગ દ્વારા અવાર-નવાર કહેવાતું હતું કે પ્રથમ ડોઝ મોટાભાગના લોકોએ લઈ લીધો છે. જેથી તેની સંખ્યા ઓછી છે પરંતુ રાજ્ય સરકારના આદેશ બાદ આકસ્મિક રીતે હજારોની સંખ્યામાં લેનારા અને તે પણ 18 થી 40 વર્ષની ઉંમરના લોકો આવવા લાગ્યા છે. આરોગ્ય વિભાગના સૂત્રો મુજબ માઇગ્રેટેડ લોકો નાઈટ સેન્ટરના લોકો બાંધકામ સાઇટ ઉપર ના શ્રમજીવી અને બ્રિજનીચે રહેતા લોકોનું રસીકરણ બતાવી આરોગ્ય આંકડાની માયાજાળ રચી હોવાની ચર્ચા ઉઠી છે. આવા લોકો પાસે જો કોઇ આધાર પુરાવો ન હોય તો પણ રસીકરણનું ઓનલાઈન રજિસ્ટ્રેશન થઈ શકે છે.

શનિવારે 8524 લોકોને પ્રથમ ડોઝ મૂકવા સાથે કુલ 17,833 લોકોનું રસીકરણ
શનિવારે શહેરમાં યોજાયેલા રસીકરણમાં 17833 લોકોએ રસી લીધી હોવાના આંકડા આરોગ્ય વિભાગે જાહેર કર્યા હતા જે પૈકી 9309 લોકોએ બીજો ડોઝ મૂકાયો હતો જ્યારે 8524 લોકોએ પ્રથમ ડોઝ સાથે આરોગ્ય વિભાગે 93.32% લોકોએ પ્રથમ ડોઝ લઇ લીધો હોવાનું જાહેર કર્યું છે.

માત્ર 7 હજાર લોકો નોંધણી વગરના હશે
સરકારના આદેશ મુજબ 100 ટકા નું રસીકરણ કરવા સ્લમ વિસ્તાર બ્રિજ નીચે અને અન્ય શ્રમજીવીઓને શોધીને નજીકના કેમ્પમાં લઇ જઇ રસી મૂકવાનું શરૂ કર્યું છે જેથી આંકડો વધ્યો છે. આંકડાની કોઈ ગેમ નથી અંદાજે 7000 જેટલા લોકો આધાર વિનાના રજિસ્ટ્રેશન થયેલા હશે. > ડો. દેવેશ પટેલ, મુખ્ય આરોગ્ય અમલદાર

2 મેગા વેક્સિનેશન કેમ્પ જેટલી દોડધામ વિના સપ્તાહમાં તેનાથી બમણું રસીકરણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે ભાજપનું સમગ્ર તંત્ર અને આરોગ્ય વિભાગ કામે લાગતા 18,536 લોકોએ પ્રથમ ડોઝ લીધો હતો. જ્યારે બીજા મેગા વેક્સિનેશન કેમ્પમાં 8, 810 લોકોએ પ્રથમ ડોઝ લીધો હતો આ 27,346ના આંકડા ની સામે આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા એક સપ્તાહમાં 50 હજારથી વધુ લોકોને રસી આપી હોવાનું બતાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...